Odisha Train Accident Live Updates: ઓરિસ્સામાં ટ્રેન અકસ્માતમાં 50થી વધુ મુસાફરોના મોત, 350થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ઓરિસ્સાના બાલાસોરમાં  બહાનાગા રેલ્વે સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 50થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે.

gujarati.abplive.com Last Updated: 02 Jun 2023 11:14 PM
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દુઃખ વ્યક્ત કર્યું છે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ઓરિસ્સામાં આ દર્દનાક ટ્રેન દુર્ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે. આ દુ:ખદ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. ભગવાન દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવારજનોને આ મુશ્કેલ સમયમાં હિંમત આપે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પીડિતોને વળતરની રકમની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2 લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું કે, ઓરિસ્સાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. NDRFની ટીમ પહેલાથી જ અકસ્માત સ્થળે પહોંચી ગઈ છે અને અન્ય ટીમો પણ બચાવ કામગીરીમાં જોડાવા પહોંચી રહી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના અને ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના. 


ઓરિસ્સાના CM નવીન પટનાયક સ્થિતિની સમીક્ષા કરી

ઓરિસ્સાના સીએમ નવીન પટનાયકે કહ્યું, “મેં હમણાં જ આ દુ:ખદ ટ્રેન અકસ્માતની સ્થિતિની સમીક્ષા કરી છે. હું કાલે સવારે  સ્થળની મુલાકાત લઈશ.

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આ વાત કહી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટ્વીટ કરીને કહ્યું કે,  પશ્ચિમ બંગાળથી મુસાફરોને લઈને જતી શાલીમાર-કોરોમંડલ એક્સપ્રેસ આજે સાંજે બાલાસોર પાસે માલગાડી સાથે અથડાઈ અને અમારા કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તે જાણીને આઘાત લાગ્યો છે.  અમે લોકોને મદદ કરવા માટે ઓરિસ્સા  સરકાર અને દક્ષિણ પૂર્વ રેલવે સાથે સંકલન કરી રહ્યા છીએ. અમારો ઈમરજન્સી કંટ્રોલ રૂમ 033- 22143526/22535185 નંબરો સાથે તરત જ સક્રિય કરવામાં આવ્યો છે. સીએમ મમતાએ તમામ રીતે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું, "અમે ઓરિસ્સા સરકાર અને રેલ્વે અધિકારીઓને સહકાર આપવા અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે 5-6 સભ્યોની ટીમ ઘટનાસ્થળે મોકલી રહ્યા છીએ.  મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છું.

આ હેલ્પલાઇન નંબર પણ બહાર પાડવામાં આવ્યા

ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ અનેક હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે.



હાવડા હેલ્પલાઇન નંબર- 033-26382217
ખડગપુર હેલ્પલાઇન નંબર- 8972073925 અને 9332392339
બાલાસોર હેલ્પલાઇન નંબર- 8249591559 અને 7978418322
શાલીમાર હેલ્પલાઈન નંબર- 9903370746

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક અને સંવેદના વ્યક્ત કરી છે. પીએમએ ટ્વીટ કર્યું, “ઓરિસ્સામાં ટ્રેન દુર્ઘટના વિશે જાણીને હું દુખી છું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી છે અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. દુર્ઘટના સ્થળ પર બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.


ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે.


રદ કરાયેલ અને ડાયવર્ટ કરાયેલી ટ્રેનોની યાદી

બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ રદ કરાયેલી અને ડાયવર્ટ કરાયેલી ટ્રેનોની યાદી જારી કરવામાં આવી છે.



પશ્ચિમ બંગાળથી પણ એક ઉચ્ચ સ્તરીય ટીમ રવાના થઈ

પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ હરિ કૃષ્ણ દ્વિવેદીએ કહ્યું, "કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના વિશે અમને માહિતી મળતાની સાથે જ અમે રેલવે અધિકારીઓનો સંપર્ક કર્યો. અમે અમારો કંટ્રોલ રૂમ પણ સક્રિય કર્યો છે. અમે ઓરિસ્સા સરકાર સાથે સતત સંપર્કમાં છીએ. બંગાળની એક ઉચ્ચ સ્તરીય ટીમ પણ બાલાસોર જવા રવાના થઈ ગઈ છે.

તમિલનાડુના મુખ્યમંત્રીએ ઓરિસ્સાના મુખ્યમંત્રી સાથે વાત કરી


તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ઓરિસ્સાના  મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે તમિલનાડુના પરિવહન મંત્રી શિવશંકરના નેતૃત્વમાં વરિષ્ઠ IAS અધિકારીઓની એક વિશેષ ટીમ ઘટનાસ્થળે જશે.

બાલાસોરની આસપાસની તમામ હોસ્પિટલો એલર્ટ પર 

Coromandel Train Accident: ઓડિશાના અધિક મુખ્ય સચિવ અને વિકાસ કમિશનરે જણાવ્યું છે કે બાલાસોર અને તેની આસપાસની તમામ મેડિકલ કોલેજો અને હોસ્પિટલો એલર્ટ પર છે. SCBMCને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. આ સાથે NDRFના 3 યુનિટ, ODRAFના 4 યુનિટ અને 60 એમ્બ્યુલન્સ એકત્ર કરવામાં આવી છે.

અકસ્માતમાં 50થી વધુ લોકોના મોત

કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 50થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે.  જ્યારે 200થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ઓરિસ્સાના મુખ્ય સચિવે જણાવ્યું કે 132 ઘાયલ મુસાફરોને સોરો અને ગોપાલપુર સીએચસીમાં ખસેડવામાં આવ્યા છે.  

બ્રેકગ્રાઉન્ડ

ઓરિસ્સાના બાલાસોરમાં  બહાનાગા રેલ્વે સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાને કારણે ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 50થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે.  જ્યારે 200થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ઓરિસ્સાના મુખ્ય સચિવે જણાવ્યું કે 132 ઘાયલ મુસાફરોને સોરો અને ગોપાલપુર સીએચસીમાં ખસેડવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલ મુસાફરોને સઘન સારવાર માટે રીફર કરવામાં આવશે.


બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. SDRFની ટીમો પણ સ્થળ પર હાજર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કોરોમંડલ એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. તેમણે કહ્યું કે આ દુર્ઘટના બહાનાગા બજાર સ્ટેશન પાસે સાંજે લગભગ 7.20 વાગ્યે થઈ હતી.


વિશેષ રાહત કમિશનરના કાર્યાલયે જણાવ્યું હતું કે બાલાસોરના કલેક્ટરને પણ તમામ જરૂરી વ્યવસ્થા કરવા માટે સ્થળ પર પહોંચવા અને રાજ્ય સ્તરેથી કોઈ વધારાની મદદની જરૂર હોય તો SRCને જાણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.