ભૂવનેશ્વરઃ ઓરિસ્સાના પછાત જિલ્લા કાળાહાંડીમાં એક આદિવાસી વ્યક્તિની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેને પોતાની મૃત પત્નીની લાશને ઉપાડી 10 કિલોમીટર સુધી ચાલી ઘરે લાવવા માટે મજબૂર બન્યો હતો. સૂત્રોના કહેવા પ્રમાણે, આ વ્યક્તિ પાસે શબવાહિનીના પૈસા ન હોવાના કારણે તેની પત્નીની લાશને ઘરે લઇ જવા માટે હોસ્પિટલે શબવાહિની આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ આ ગરીબ આદિવાસીએ પત્ની લાશને ખભા પર ઉંચકીને ઘરે લઇ જવા માટે નીકળી ગયો હતો.

એક રિપોર્ટ પ્રમાણે,  દાના માઝી નામના આ વ્યક્તિની સાથે તેની 12  વર્ષની દીકરી પણ 10 કિલોમીટર સુધી ચાલી હતી. દાના માંઝીની પત્નીનું મંગલવારે ભવાનીપટનામાં જિલ્લા મથક ખાતે ટીબીની બિમારીથી મોત થયું હતું    ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી નવીન પટનાયકની સરકારે આ પ્રકારની સ્થિતિમાં ‘મહાપરાયણ’ યોજનાની શરુઆત કરી હતી. આ યોજના હેઠળ સરકારી હોસ્પિટલમાં મૃત દેહને હોસ્પિટલથી લઇને મૃતકના ઘર સુધી પહોંચાડવા માટે ફ્રી પરિવહનની સુવિધા આપવામાં આવે છે તેમ છતાં દાના માઝીને  શબવાહિની આપવામાં આવી નહોતી.

પીડિત માંઝીએ સ્થાનિક ટીવી ચેનલને જણાવ્યું હતું કે ઘણા પ્રયાસ કર્યા પછી પણ તેને હોસ્પિટલના અધિકારિઓથી કોઈ પણ પ્રકારની મદદ મળી નહોતી. જેથી તે પોતે પત્નીના મૃતદેહને એક કાપડમાં બાંધી પોતાના ખભે ઉપાડીને ઘર માટે નીકળી ગયો હતો. આ વ્યક્તિને ભવાની પટનાથી આશરે 60 કિલોમીટર દૂર રામપુર બ્લોકના મેલઘારા ગામ સુધી પહોંચવા માટે પગપાળા કરવા પડ્યા હતા.

આદિવાસી વ્યક્તિ દાના માઝી સાથે તેની 12 વર્ષની પુત્રી પણ હતી જેને જણાવ્યું હતું કે તે લોકોને રસ્તામાં કેટલાક પત્રકારો મળ્યા હતા, અને તે લોકોએ કલેક્ટરને ફોન કર્યા હતા. જેના પછી બાકીના 50 કિલોમીટરની યાત્રા માટે એમ્બુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.