જેમાં ઓફિસમાં કામકાજને લઈને ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યુંછે કે, ગર્ભવીત મહિલાઓ, 65 વર્ષથી ઉપરની ઉંમરના લોકો જેમને પહેલાથી ગંભીર બીમારીઓ છે તેઓ કામ પર જવાનું ટાળે. વર્ક પ્લેસ પર સોશિયલ ડિસ્ટન્સિંગ, સફાઇ, સેનિટાઇઝેશનની વાત પણ ગાઇડલાઇનમાં કહેવામા આવી છે. તેમાં કહેવામા આવ્યું છે કે કચેરીઓમાં થૂંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામા આવે.
ઓફિસો માટે ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, ઓફિસના એન્ટ્રી ગેટ પર સેનિટાઈઝર ડિસ્પેન્સર હોવું જરૂરી છે. ઉપરાંત થર્મલ સ્ક્રિનિંગ પણ કરવું પડશે. જેમનામાં કોરોનાના લક્ષણ ન હોય એને જ ઓફિસમાં મંજૂરી આવવાની મળે. કન્ટેનમેન્ટ ઝોનમાં રહેનાર સ્ટાફે સુપરવાઈઝરને જાણ કરવી પડશે. એ ઝોનને જ્યાં સુધી ડિનોટિફાય કરવામાં ન આવે ત્યાં ઓફિસ આવવાની પરવાનગી આપવામાં ન આવે.
ડ્રાઈવરોએ સોશિયલ ડિસ્ટન્સિંગ સંબંધિત નિયમોનું પાલન કરવાનું રહેશે. ગાડીની અંદર, તેના દરવાજા, સ્ટિયરિગ,ચાવીઓને સંપૂર્ણ ડિસઇન્ફેક્ટ કરવું જરૂરી છે. તેનુ ધ્યાન રાખવામા આવે.
ગર્ભવતી મહિલાઓ, મોટી ઉંમરના કર્મચારી અને પહેલાથી બીમારીનો સામનો કરી રહેલા કર્મચારીનું ધ્યાન રાખો. તેમને એવું કામ ન આપવામા આવે જેનાથી તેઓ લોકોના સીધા સંપર્કમાં આવે. ઓફિસમાં શક્ય હોય તો લોકોને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપો.
ઓફિસમાં રહેતી વખતે માસ્ક પહેરવુ જરૂરી છે. ઓફિસમાં મુલાકાતીઓની એન્ટ્રી, ટેમ્પરરી પાસ કેન્સલ કરવામા આવે. માત્ર સત્તાવાર મંજૂરી સાથે જ વિઝિટરને મંજૂરી આપવામા આવે. તેનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવે. શક્ય હોય ત્યાં સુધી બેઠકો વીડિયો કોન્ફરન્સિંગથી કરવામા આવે. ઓફિસમાં કોરોના સંક્રમણથી બચવાના પોસ્ટર, હોર્ડિંગ અલગ અલગ જગ્યાએ લગાવવામા આવે.