દિવાળી પહેલા પંજાબની ભગવંત માન સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. હકીકતમાં, કેબિનેટની બેઠકમાં જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી લાખો કર્મચારીઓને સીધો ફાયદો થશે.


બીજી તરફ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે પંજાબને વચન આપ્યું હતું કે અમે પંજાબમાં જૂની પેન્શન સ્કીમ લાગુ કરીશું. આજે ભગવંત માન એ આ વચન પૂરું કર્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે પંજાબના તમામ કર્મચારીઓને અભિનંદન. નવી પેન્શન યોજના અયોગ્ય છે. સાથે જ કહ્યું કે સમગ્ર દેશમાં ફરીથી OPS લાગુ કરવામાં આવે.