નવી દિલ્હીઃ અયોધ્યા જમીન વિવાદના મુખ્ય ફરિયાદકર્તા હાશિમ અંસારીનું નિધન થઇ ગયું છે. ડોક્ટરોના કહેવા પ્રમાણે, તેમને છાતીમાં ઈન્ફેક્શન થયું હતું. એકાદ વર્ષ પહેલા તેઓએ હાર્ટ સર્જરી પણ કરાવીને પેસમેકર મૂકાવ્યું હતું ત્યારબાદ તેઓ નિયમિત રીતે દવાઓ લેતા હતા. અંસારી ઘણીવાર જાહેરમાં કહી ચૂક્યા છે કે તેઓ હવે મૃત્યુની રાહ જોઇ રહ્યા છે અને તેઓ ઈચ્છે છે કે, તેઓ જીવંત છે ત્યાં સુધી રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદના મુદ્દા પર કોઈ નિર્ણય આવી જાય.
મંદિર આંદોલન દરમિયાન આયોધ્યામાં તંગ સ્થિતિ હોવા છત્તા લોકોને શાંતિની અપીલ કરતા રહેતા હતા. રામ મંદિર આંદોલનના અનુગામી રહેલા પરમહંસ રામચંદ્ર દાસના તેઓ ગાઢ મિત્ર હતા. 90 વર્ષના હાશિમ અંસારી છેલ્લા 60 વર્ષથી આ કેસને લડી રહ્યા હતા. તેઓએ 1949માં પહેલીવાર બાબરી મસ્જિદ મામલે કેસ દાખલ કરાવ્યો હતો.