દિલ્લી: લાંચ લેવાના આરોપમાં પકડાયેલા IAS ઓફિસરની પત્ની અને દિકરીએ કર્યો આપઘાત
abpasmita.in | 20 Jul 2016 05:22 AM (IST)
નવી દિલ્લી: દિલ્લીના મધુ વિહાર વિસ્તારમાં આઈએએસ અધિકારી બી કે બંસલની પત્ની અને દિકરીએ આત્મહત્યા કરી લીધી છે. બીકે બંસલ કોર્પોરેટ અફેર્સમાં ડીજી હતા. બંસના ઘરે બે દિવસ પહેલા સીબીઆઈની રેડ પડી હતી. સીબીઆઈએ બંસલની નવ લાખની ઘૂસ લેવાના આરોપમાં ધરપકડ કરી હતી. બે મૃતદેહોની ઓળખ સત્યાબાળા 58 વર્ષ અને 27 વર્ષની નેહાના રૂપે થઈ છે. પોલીસ બંનેના મૃતદેહો અલગ-અલગ રૂમમાં પંખે લટકેલા મળી આવ્યા હતા. બદનામીના ડરથી આ પગલુ લીધું હવોની પોલીસને શંકા છે. પોલીસને ફ્લેટમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં સીબીઆઈ પર તેમને હેરાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે તેમના ફ્લેટમાં કામવાળીએ આવીને દરવાજો ખખડાવ્યો. અંદરથી કોઈ પ્રતિક્રિયા ન આવતા તેણે પોલીસને સૂચના આપી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધા છે અને તપાસ હાથ ધરી છે.