ઓમ બિરલાના પત્ની અમિતા બિરલા એ કહ્યું કે આ અમારા માટે ખૂબ જ ગર્વ અને ખુશીની ક્ષણ છે. અમે તેમની (ઓમ બિરલાને) પસંદગી કરવા બદલ કેબિનેટના ખૂબ જ આભારી છીએ.
લોકસભા અધ્યક્ષની ચૂંટણી આજે થવાની છે. તે દ્રષ્ટિથી લોકસભા સ્પીકરના પદને લઇ જુદી-જુદી અટકળો લગાવામાં આવી રહી હતી. ભાજપમાંથી જીતીને આવેલા વરિષ્ઠ નેતાઓના નામ પર મંથન ચાલી રહ્યું હતું.
ઓમ બિરલા આજે જ ઉમેદવારી નોંધાવશે, ત્યારબાદ બુધવારના રોજ ગૃહમાં તેના પર મતદાન થશે. કારણ કે NDAની પાસે લોકસભામાં બહુમતી છે, એવામાં લોકસભા સ્પીકર બનવાનું નક્કી મનાઇ રહ્યું છે.