Omicron Cases India Update: ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસો ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં ઓમિક્રોન  વેરિઅન્ટના કુલ કેસોની સંખ્યા 415 પર પહોંચી ગઇ હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે. દેશના 17 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશમાં નવો વેરિઅન્ટ પહોંચી ગયો છે અને 115 લોકો સાજા થયા છે.


દેશમાં કયા રાજ્યમાં કેટલા ઓમિક્રોન કેસ નોંધાયા


મહારાષ્ટ્રમાં 108, દિલ્હીમાં 79, ગુજરાતમાં 43, તેલંગાણામાં 38, કેરળમાં 37, તમિલનાડુમાં 34, કર્ણાટકમાં 31, રાજસ્થાનમાં 22, હરિયાણામાં 4, ઓડિશામાં 4, આંધર્પરદેશમાં 4, જમ્મુ-કાશ્મીરમાં 3, પશ્ચિમ બંગાળામાં 3, ઉત્તર પ્રદેશમાં 2 ચંદીગઢમાં 1, લદ્દાખમાં 1 અને ઉત્તરાખંડમાં 1 કેસ નોંધાયા છે.







વિશ્વના કેટલા દેશોમાં ઓમિક્રોન ફેલાયો


વિશ્વભરમાં આશરે 108થી વધુ દેશોમાં ઓમિક્રોન ફેલાઇ ચુક્યો છે અને વૈશ્વિક કુલ કેસોની સંખ્યા વધીને 1.51 લાખને પાર પહોંચી ગઇ છે. જેમાં બ્રિટન અને અમેરિકા તેમજ દક્ષિણ આફ્રિકા મોખરે છે. આ વેરિઅન્ટને કારણે વિશ્વભરમાં 26 લોકોના મોત થયા છે. દરમિયાન ભારતમાં અનેક રાજ્યોમાં રાત્રી કરફ્યૂ લાગુ કરી દેવાયા છે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે સાતમી ડિસેંબરના વિશ્વ આરોગ્ય સંસૃથાએ કહ્યું હતું કે કોરોનાના વેરિઅન્ટ ડેલ્ટા કરતા પણ ઓમિક્રોન વેરિઅન્ટ વધુ ખતરનાક છે. કેમ કે ઓમિક્રોન ફેલાવાની ઝડપ ડેલ્ટા કરતા પણ વધુ છે. જોકે હાલ રાહતના સમાચાર એ છે કે અગાઉના વેરિઅન્ટમાં જે પદ્ધતીથી સારવાર અપાઇ રહી છે તે જ પદ્ધતીથી ઓમિક્રોનમાં પણ સારવાર આપવી શક્ય છે.


સ્વાસ્થ્ય મંત્રાલયે સાથે એમ પણ કહ્યું હતું કે ભારતમાં કોરોના વાઇરસની બે લહેરો આવી ચુકી છે જ્યારે ત્રીજી લહેરની શક્યતાઓ છે. જ્યારે વિશ્વના જે દેશોમાં ત્રીજી લહેર આવી ચુકી હોય ત્યાં હવે ચોથી લહેર આવવાની શક્યતાઓ વધી ગઇ છે. હાલ બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, નોર્વે, કેનેડા, જર્મની, દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના સૌથી વધુ કેસો છે