Omicron News: દેશમાં કોરોનાની ત્રીજી  લહેર અને કોરોનાના નવા વેરિઅન્ટને લઈને સાવચેતી રાખવામાં આવી રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આરોગ્ય સેવાઓ પણ એલર્ટ મોડ પર છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે ઓમિક્રોનના ખતરાનો સામનો કરવા માટે તૈયાર છીએ. જો જરૂર પડશે, તો અમે જરૂરી નિયંત્રણો લગાવશું. હાલ કોઈ નિયંત્રણો લાદવાની જરૂર નથી. શાળાઓનું શિયાળુ વેકેશન પૂર્ણ થયા બાદ શાળાઓ ફરીથી ખોલવા અંગેનો નિર્ણય લેવામાં આવશે. જણાવી દઈએ કે દિલ્હીમાં ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે બે થઈ ગઈ છે.



દિલ્હીમાં શરુ થઈ 'દિલ્હી કી યોગશાલા'


આ પ્રસંગે મુખ્યમંત્રીએ દિલ્હીના લોકો માટે "દિલ્હી કી યોગશાલા" યોજનાની શરુઆત કરી.  જેના માટે તેમણે મોબાઈલ ફોન નંબર જારી કર્યો હતો જેના પર મિસ્ડ કોલ આપીને લોકો પ્રશિક્ષિત યોગ શિક્ષકોનું માર્ગદર્શન મેળવી શકે છે. આ પ્રસંગે ‘દિલ્હીની યોગશાળા’ નામની વેબસાઈટ પણ લોન્ચ કરવામાં આવી હતી. દિલ્હી ફાર્માસ્યુટિકલ સાયન્સ એન્ડ રિસર્ચ યુનિવર્સિટી (DPSRU) માં આયોજિત એક કાર્યક્રમમાં કેજરીવાલે કહ્યું, "25 લોકોનું ગૃપ બનાવી  આ નંબર પર મિસ કોલ આપી શકે છે અને દિલ્હી સરકાર તેમને શિક્ષકો ઉપલબ્ધ કરાવશે. તેમણે યોગ કરવા માટે માત્ર સ્થળ દર્શાવવું પડશે જેમ કે  પાર્ક કે કોમ્યુનિટી ઓડિટોરિયમ.


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 7350 નવા કેસ નોંધાયા છે અને 202 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 7973 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 561 દિવસના નીચલા સ્તર 91,456 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3856 કેસ નોંધાયા છે અને 143 સંક્રમિતોના મોત થયા છે.


દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું


 


દેશમાં અત્યાર સુધીમાં 133,17,84,462 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 19,10,917 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.


 


કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા


 


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 8,55,692 ટેસ્ટ કરવામાં આવ્યા છે.


 


ભારતમાં કોરોનાની સ્થિતિ



  • કુલ કેસઃ 3 કરોડ 46 લાખ 97 હજાર 860

  • કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 41 લાખ 30 હજાર 768

  • એક્ટિવ કેસઃ 91 હજાર 456

  • કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 75 હજાર 636