મુંબઇઃ છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાભરમાં કોરોના વાયરસના એક નવા ખતરનાક વેરિએન્ટની એન્ટ્રી થઇ છે, આ વેરિએન્ટ દક્ષિણ આફ્રિકામાંથી મળી આવ્યો છે, અને દુનિયાના 14થી વધુ દેશોમાં ઝડપથી ફેલાયો છે. આ વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને ભારતે પણ સતર્કતા દાખવવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ આ વાયરસનો એકપણ કેસ ભારતમાં હજુ સુધી નોંધાયો નથી તેવો ખુલાસો ખુદ સરકાર પણ કરી ચૂકી છે. હવે આ બધાની વચ્ચે એક સમાચાર મળી રહ્યાં છે કે દક્ષિણ આફ્રિકામાંથી આવેલા છ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જેને લઇને સરકાર અને લોકોમાં ઓમિક્રૉન વાયરસની ચિંતા પેઠી છે. 

દક્ષિણ આફ્રિકામાંથી આવેલા છ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, અને તેમના રિપોર્ટને જીનોમ સિક્વન્સિંગ માટે સંબંધિત INSACOG લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ઓમિક્રૉનના સંકટને લઈને હાલ દેશમાં ચિંતા વધી છે. ખાસ વાત છે કે સંક્રમિત થયેલા આ તમામ લોકો મુંબઈ, પૂણે, પિંપરી, ડોમ્બિવલી, ભાયંદરના છે.

નવા વેરિયન્ટને પગલે પહેલી જ મહારાષ્ટ્ર સતર્ક જોવા મળી રહ્યુ છે. રાજ્યમાં આંતરાષ્ટ્રીય મુસાફરોના (International Traveller) RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. સાથે સાઉથ આફ્રિકામાંથી આવતા મુસાફરોને ફરજિયાત 14 દિવસ સુધી ક્વોરોન્ટાઈન કરવામાં આવશે જેમાં હોમ ક્વોરોન્ટાઈનને પણ મંજુરી આપવામાં આવી નથી, એટલે કે મુસાફરોએ ફરજિયાત સંસ્થાકીય ક્વોરોન્ટાઈનમાં રહેવુ પડશે.જ્યાં તેમના 2-4 અને 8 દિવસે ટેસ્ટ કરવામાં આવશે.

Omicron: વિશ્વના કયા દેશોમાં Omicron Variant ના કેટલા નોંધાયા કેસ ? જુઓ આ રહ્યું લિસ્ટCovid New Variant: કોરોના વાયરસના નવા વેરિયન્ટ એમીક્રોને વિશ્વભરમાં ફફડાટ ફેલાવ્યો છે. ભારતમાં પણ આ વાયરસનું સંક્રમણ રોકવા માટે શક્ય દરેક કોશિશ કરવામાં આવી રહી છે. દક્ષિણ આફ્રિકાથી શરૂ થયેલો આ વેરિયન્ટ વિશ્વના અનેક દેશોમાં પહોંચી ચુક્યો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ની સલાહકાર સમિતિએ નવા પ્રકારના કોરોના વાયરસ (New Corona variant B.1.1.529) ને ‘Omricron’ નામ આપ્યું છે. આ સાથે WHOએ નવા કોરોના વેરિઅન્ટને 'ખૂબ જ ઝડપથી ફેલાતો ચિંતાજનક વેરિઅન્ટ' ગણાવ્યો છે.

ઓમિક્રોનના કયા દેશમાં કેટલા નોંધાયા કેસ

ઓસ્ટ્રેલિયાઃ 6 કેસઓસ્ટ્રિયાઃ 1 કેસબ્રાઝિલઃ 1 કેસબેલ્જિયમઃ 1 કેસબોત્સવાનાઃ 19 કેસકેનેડાઃ 3 કેસચેક રિપબ્લિકઃ 1 કેસડેનમાર્કઃ 2 કેસફ્રાંસઃ 1 કેસજર્મનીઃ 4 કેસહોંગકોંગઃ 3 કેસઇઝરાયલઃ 2 કેસઇટાલીઃ 4 કેસજાપાનઃ 1 કેસનેધરલેન્ડઃ 14 કેસપોર્ટુગલઃ 13 કેસસાઉથ આફ્રિકાઃ 77 કેસસ્પેનઃ 1 કેસસ્વિડનઃ 1 કેસયુનાઈટેડ કિંગડમઃ 14 કેસ