Twitter New Rule: ટ્વીટરના નવા સીઈઓ તરીકે ભારતીય મૂળના પરાગ અગ્રવાલની નિમણૂક થયાના ગણતરીના કલાકોમાં જ કંપનીઓ મોટું પગલું ભર્યું છે. ટ્વીટર પર હવે તમે કોઈ પણ વ્યક્તિનો ફોટો અને વીડિયો તેની મંજૂરી વગર શેર નહીં કરી શકો. આ નવો નિયમ આજથી જ અમલી બનાવી દેવાયો છે. કંપનીના કહેવા મુબ, આ અપડેટ પાછળ તેમનો હેતુ યૌન શોષણ વિરોધી નીતિને વધારે મજબૂત બનાવવાનો છે.


ટ્વીટરનું નિવેદન


નવા નિયમો અંતર્ગત જે લોકો પબ્લિક ફિગર નથી અને તેમની મંજૂરી વગર પોસ્ટ કરવામાં આવી હોય તેવી તસવીરો કે વીડિયો હટાવવા કરી શકે છે. ટ્વીટરે કહ્યું કે, જાણીતી હસ્તિઓ કે વ્યક્તિઓ પર આ લાગુ નહીં થાય, જ્યારે મીડિયા દ્વારા તેમના ટ્વીટ સાર્વજનિક હિતમાં શેર કરવામાં આવે છે. તેમાં ખાનગી માહિતી આપીને ધમકી આપવી તથા બીજાને આમ કરવા પ્રોત્સાહિત કરવા પણ સામેલ છે.


હટાવી દેશે ફોટો


ટ્વીટર મુજબ, ખાનગી ફોટો અને વીડિયો શેર કરીને કોઈ વ્યક્તિની ગોપનીયતા ભંગ થઈ શકે છે અને તેનાથી ભાવનાત્મક કે શારીરિક નુકસાન પણ થઈ શકે છે.  કંપની મુજબ ખાનગી મીડિયાનો દુરુપયોગ પણ તમામને પ્રભાવિત કરી શકે છે. પરંતુ મહિલા કાર્યકર્તાઓ, લઘુમતિ સમુદાયના સભ્યો પર તેની પ્રતિકૂળ અસર પડે છે. કંપની મુજબ કોઈ વ્યક્તિ તે તેના પ્રતિનિધિ દ્વારા તેમનો ફોટો કે વીડિયો શેર કરવાની મંજૂરી નહીં આપવામાં આવે ત્યારે અમે તેને હટાવી દઈશું.


માઇક્રોબ્લોગિંગ કંપનીના બોર્ડે ભારતીય મૂળના સીટીઓ પરાગની નવા સીઈઓ તરીકે વરણી કરી છે. જે બાદ હવે તેમના પગારની વિગત પણ સામે આવી છે. કંપનીએ જણાવ્યા મુજબ, પરાગ અગ્રવાલને એક મિલિયન ડોલર એટલે કે 7 કરોડ 50 લાખ 54 હજાર 500 રૂપિયાનું વાર્ષિક પેકેજ મળશે. આ ઉપરાંત બોનસ સાથે પ્રતિબંધિત શેર યૂનિટ સહિત 12.5 મિલિયન ડોલર (આશરે 93 કરોડ રૂપિયા) મૂલ્યના પ્રદર્શન આધારિત સ્ટોક યૂનિટ પણ આપવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર પરાગની કુલ આવક 1.52 મિલિયન ડોલર (સાડા 9 કરોડ રૂપિયાથી વધારે) છે.


આ પણ વાંચોઃ Twitter CEO Parag Agrawal Salary: ટ્વીટરના નવા સીઈઓને મળશે તગડું પેકેજ, આંકડો જાણીને રહી જશો દંગ