Jammu Kashmir Encounter: જમ્મુ કાશ્મીરમાં એક સાથે બે જગ્યાએ આતંકવાતીઓ સાથે અથડામણ ચાલી રહી છે. બડગામ જિલ્લામાં બીરવાહમાં સુરક્ષાદળોની સાથે અથડામણ ચાલી હી છે. આ અથડામણમાં જમ્મુ કાશ્મીરના પોલીસના એસપીઓ અલ્તાફ એહમદ શહીદ થયા છે. જ્યારે એક જવાનના ઘાયલ થવાના સમાચાર છે. બીરવાહમાં એકથી બે આતંકવાદી છુપાયા હોવાની આશંકા છે.

કાશ્મીર ઝોન પોલીસે જાણકારી આપી છે કે બડગામ એકાઉન્ટરમાં ઘાયલ એસજી સીટીનું નામ મંજૂર એહમદ છે. હાલમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બડગામમાં મોડી રાતથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.


શોપિયાના બડીગામ વિસ્તારમાં પણ ચાલી રહ્યું છે એન્કાઉન્ડર

જ્યારે બીજુ એન્કાઉન્ટર શોપિયા જિલ્લાના બડીગામ વિસ્તારમાં ચાલી રહ્યું છે. જ્યાં બેથી ત્રણ આતંકવાદી છુપાયા હોવાની આશંકા છે. કહેવાય છે કે, અહીં મોડી રાત્રે સુરક્ષાદળોને આતંકવાદી છુપાયા હોવાની જાણકારી મલી હતી. ત્યાર બાદ હવે સુરક્ષાદળોએ શોધખોળ અભિયાન ચલાવ્યું તો આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું.