પ્રથમ તબક્કામાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, ગોવા, ઝારખંડ અને ત્રિપુરામાં આ યોજના લાગુ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને ટ્વીટ કરીને તેની જાહેરાત કરી છે.
રામવિલાસ પાસવાને કહ્યું કે, “આજે 1 જાન્યુઆરી 2020થી દેશના કુલ 12 રાજ્યો આંધ્રપ્રદેશ, તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, ગોવા, ઝારખંડ અને ત્રિપુરામાં એક રાષ્ટ્ર એક રાશન કાર્ડની સુવિધા શરૂ કરવામાં આવી છે.”
આ યોજનાથી તે લોકોને સૌથી વધારે ફાયદો મળશે જે બીજા રાજ્યોમાં નોકરી માટે જાય છે અને મજૂરી માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરે છે.