નવી દિલ્હીઃ દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કોણ હશે તેના પર સૌની નજર છે. આજે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું, હજુ સુધી આ અંગે કોઈ ફેંસલો નથી લીધો. જ્યારે પણ આ અંગે નિર્ણય લેવાશે તેની જાણ  કરી દેવામાં આવશે.

પ્રકાશ જાવડેકરની દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં તેમણે દાવો કર્યો કે, આ વખતે બીજેપી લોકોને નરેન્દ્ર મોદી સરકારની ઉપલબ્ધિઓ જણાવશે અને રાજ્યમાં જીત મેળવશે.

આ સાથે તેમણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર નાગરિકતા સંશોધન કાનૂન અંગે હિંસા ફેલાવવો આરોપ લગાવ્યો. તેમણે કહ્યુ, દિલ્હી જેવા શાંત શહેરમાં નાગરિકતા કાનૂનને લઈ જાણીજોઈને લઘુમતીઓના મનમાં ભ્રમ પેદા કરી અશાંતિનો માહોલ પેદા કર્યો, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું. આ માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જવાબદાર છે. તેમણે દિલ્હીની જનતાની માફી માંગવી જોઈએ.


2015 વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીની કુલ 70 સીટમાંથી ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. જ્યારે આમ આદમી પાર્ટીને 67 સીટ મળી હતી. કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી.

અંબાણી પરિવારે નવા વર્ષે દ્વારકાધીશના કર્યા દર્શન, જુઓ તસવીર

હાલ ભાજપનો સમય ચાલે છે સમય પૂરો થશે એટલે સત્તા જશેઃ શંકરસિંહ વાઘેલા

વિજય માલ્યાને ઝટકો, જપ્ત સંપત્તિ વેચીને ઋણ વસુલવા કોર્ટે આપ્યો આદેશ