J&K: શોપિયા એનકાઉન્ટરમાં સુરક્ષાદળોએ એક આતંકીને કર્યો ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Oct 2020 08:15 AM (IST)
આનંતનાહમાં પહેલાથી જ ઘાત લગાવીને બેઠેલા આતંકવાદીઓએ ડ્યૂટીથી પરત ફરી રહેલ જમ્મુ કાશ્મીર પોલીસના ઇન્સપેક્ટર મોહમ્મદ અશરફ પર આડેધડ ફાયરિંગ કર્યું હતું.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના શોપિયામાં એનકાઉન્ટરમાં સુરક્ષાદળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. હાલમાં ફાયરિંગ બંધ છે અને આતંકવાદીઓની શોધ માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બેથી ત્રણ આતંકવાદી સંતાયા હોવાની આશંકા છે. આ એનકાઉન્ટર ગઈકાલે સાંજે શોપિયાના મેલ્હોરા વિસ્તારમાં શરૂ થયું હતું. શોપિયામાં જેનાપોરાના મેલ્હુરામાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકી હુમલો કરીને ભાગવનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ જવાનોએ તેને ઘેરી લીધા. એનકાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો અને બે આતંકવાદી હજુ પણ સંતાયા હોવાના અહેવાલ છે. જ્યારે એક આનંતનાહમાં પહેલાથી જ ઘાત લગાવીને બેઠેલા આતંકવાદીઓએ ડ્યૂટીથી પરત ફરી રહેલ જમ્મુ કાશ્મીર પોલીસના ઇન્સપેક્ટર મોહમ્મદ અશરફ પર આડેધડ ફાયરિંગ કર્યું હતું અને ત્યાં જ તેઓ શહીદ થઈ ગયા હતા.