નોંધનીય છે કે, રાજકોટ જિલ્લામાં ગઈકાલે વરસેલા પાછોતરા વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખેતરોમાં તૈયાર થયેલા પાક પર પાણી વરસતા ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણએ મગળફી અને કપાસને ફાકને ભારે નુકસાન થયું હતું.
બીજી બાજુ અમરેલીની ઇશ્વરિયામાં પણ વરસાદને કારણે પાકને ભારે નુકસાન થયું હતું જેને લઈને ખેડૂતોએ સરકાર પાસે વળતરની માગ કરી હતી.
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં પણ વરસાદને પગલે બાજરી અને જુવારનો ઉભો પાક જમીનદોસ્ત થયો હતો. તો કપાસના ઝીંડવા ખરી ગયા હતા.
ખેતરોમાં ઉભા પાકની લણણીની તૈયારી હતી એવા જ સમયે વરસેલા વરસાદના કારણે પાકની સાથે ખેડૂતોની આશાઓ પર પણ પાણી ફરી વળ્યા હત. 15 ઓકટોબર બાદ ખેતરોમાં ઉભા પાકને નુકસાન થયું હોય ખેડૂતોએ મુખ્યમંત્રી કૃષિ સહાય યોજના હેઠલ વળતર ચુકવવાની માગ કરી છે.