શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લામાં આતંકી હુમલામાં સામેલ એક આંતકીને સુરક્ષાદળોએ ઠાર માર્યો છે. જમ્મુ-કાશ્મીરના IG વિજય કુમારે આની પુષ્ટિ કરી છે. તેમને જણાવ્યુ કે, હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકીનો મૃતદેહને લઇ લેવાયો છે, અને તેની પાસેથી એકે 47 પણ મળી છે.
ઉલ્લેખનીય છે કે આજે સવારે આતંકીઓએ ઉત્તરીય કાશ્મીરના બારામૂલા જિલ્લાના ક્રેરી વિસ્તારમાં એક નાકા પર સુરક્ષા દળોની એક ટુકડી પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એક સીનિયર પોલીસ ઓફિસર (SPO) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના બે જવાનો સહિત કુલ ત્રણ સુરક્ષાકર્મીઓ શહીદ થઇ ગયા છે. હાલ આતંકીઓને પકડવા માટે વિસ્તારની ઘેરાબંદી કરી દેવામાં આવી છે, અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 14 ઓગસ્ટે આતંકીઓએ નૌગામ વિસ્તારમાં પોલીસ પાર્ટી ર હુમલો કરી દીધો હતો, જેમાં બે પોલીસકર્મી શહીદ થયા હતા. વળી 12 ઓગસ્ટે પુલવામામાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. માર્યા ગયેલા આતંકીની ઓળખાણ હિઝબૂલ મુઝાહિદ્દીનના ટૉપ કમાન્ડર આઝાદ લલહારી તરીકે થઇ હતી. આ અથડામણ દરમિયાન સેનાનો એક જવાન શહીદ થઇ ગયો હતો.
જમ્મુ-કાશ્મીરઃ બારામૂલા હુમલામાં સામેલ આતંકીને સુરક્ષાદળોએ માર્યો ઠાર, સવારે ત્રણ જવાન થયા હતા શહીદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2020 03:14 PM (IST)
જમ્મુ-કાશ્મીરના IG વિજય કુમારે આની પુષ્ટિ કરી છે. તેમને જણાવ્યુ કે, હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકીનો મૃતદેહને લઇ લેવાયો છે, અને તેની પાસેથી એકે 47 પણ મળી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -