મોદી સરકાર 3000 ભિખારીઓને પસંદ કરીને ટ્રેનોમાં પોતાની સફળતાનાં ગુણગાન ગવડાવશે? જાણો સરકારે શું કહ્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Aug 2020 12:48 PM (IST)
ભારત સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ચ ચેક(PIB Fact Check)એ જણાવ્યું કે, સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આવી કોઈ યોજના બનાવવામાં આવી નથી.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક અહેવાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર 3000 ભિખારીઓને પસંદ કરશે. તેમનું કામ ટ્રેનમાં પ્રવાસીઓની સામે મોદી સરકારના સફળતાના ગીતો ગાવાનું હશે. પીઆઈબી ફેક્ચ ચેકે ટ્વિટર પર આ દાવાને ખોટો ગણાવ્યો છે. સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવ્યો હતો કે એક અખબારના તંત્રીલેખ અનુસાર સૂચના અને પ્રસારણ મંત્રાલયે એક એવી યોજના બનાવી છે જેમાં 3000 ભિખારીની પસંદગી કરવામાં આવશે અને તેમનું કામ હશે કે તે જુદી જુદી ટ્રેનમાં પ્રવાસીઓની સામે મોદી સરકારની સફળતાાના ગીત ગાશે. ભારત સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ચ ચેક(PIB Fact Check)એ જણાવ્યું કે, સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આવી કોઈ યોજના બનાવવામાં આવી નથી. આ દાવો ખોટો છે. વાયરલ મેસેજ અનુસાર, એક જાણીતા અખબારના તંત્રીલેખથી જાણવા મળ્યું છે કે, સૂચના અને પ્રસારણ મંત્રાલયની યોજના છે કે દેશમાં ત્રણ હજાર ભિખારીને પસંદ કરવામાં આવ્યા, જેનું કામ હશે કે જુદી જુદી ટ્રેનમાં પ્રવાસીઓની સામે મોદી સરકારની સફળતાનાઓના ગીત ગાશે. સરકારનું માનવું છે કે તથાકથિત સફળતાઓથી સામાન્ય લોકો અજાણ છે.