ઉત્તરાખંડની વિશ્વપ્રસિદ્ધ ચારધામ યાત્રા 2026 માટેની નોંધણી શરૂ થઇ ગઇ છે. દેશ અને દુનિયાભરના શ્રદ્ધાળુઓ માટે નોંધણી કરાવાનું શરૂ કરી દીધું છે.  આજે, શુક્રવારે, સવારે 7:00 વાગ્યે સત્તાવાર રીતે રજિસ્ટ્રેશન ઓપન થયું. . જો તમે પણ બાબા કેદાર અથવા બદ્રી વિશાલના દર્શન કરવાનું આયોજન કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ વર્ષે, યાત્રા એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં શરૂ થાય છે.

આ યાત્રા 19 એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના કપાટ ખોલવાની સાથે શરૂ થશે. કેદારનાથ મંદિરના કપાટ 22 એપ્રિલે શ્રદ્ધાળુઓ માટે ખુલશે. બદ્રીનાથ મંદિરના કપાટ  ૨૩ એપ્રિલે ખુલશે.

આ રીતે ઓનલાઇન કરાવો રિજિસ્ટ્રેશન

ભક્તો registrationandtouristcare.uk.gov.in પર જઈને તેમના સ્લોટ બુક કરાવી શકે છે.

સ્માર્ટફોન યુઝર્સ 'ટૂરિસ્ટ કેર ઉત્તરાખંડ' એપ ડાઉનલોડ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

જે લોકો ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરી શકતા નથી, તેમના માટે 17 એપ્રિલથી ઋષિકેશ, હરિદ્વાર અને દેહરાદૂન ખાતે ઓફલાઇન કાઉન્ટર ખોલવામાં આવશે. વિભાગે કોઈપણ સહાય માટે હેલ્પલાઇન નંબર: 0135-1364 જાહેર કર્યો છે. 

સ્ટેપ બાય સ્ટેપ રજિસ્ટર કેવી રીતે કરવું? જાણો

  • સ્ટેપ 1 (એકાઉન્ટ બનાવો): વેબસાઇટના હોમપેજ પર 'નોંધણી કરો/લોગિન કરો' પર ક્લિક કરો. તમારું નામ, મોબાઇલ નંબર અને ઇમેઇલ સરનામું દાખલ કરીને એકાઉન્ટ બનાવો. તમારા મોબાઇલ પર મળેલા OTP વડે તેને ચકાસો.
  • સ્ટેપ 2 (ટૂર પ્લાન): લોગ ઇન કર્યા પછી,  Create/Manage Tour’ પર જાવ . અહીં, નક્કી કરો કે તમે એકલા મુસાફરી કરી રહ્યા છો કે જૂથમાં. મુસાફરીની તારીખ અને ઉત્તરાખંડ (દા.ત., હરિદ્વાર) પ્રવેશ બિંદુ પસંદ કરો.
  • સ્ટેપ 3 (તીર્થસ્થાન અને તારીખ પસંદ કરો): તમે મુલાકાત લેવા માંગતા તીર્થસ્થાનો પસંદ કરો. કેલેન્ડર પર તમારા માટે અનુકૂળ તારીખ પસંદ કરો. જો તારીખ લાલ હોય, તો તે દિવસનો ક્વોટા ભરાઈ ગયો છે.
  • સ્ટેપ 4 (ડોક્યુમેન્ટસ  અપલોડ કરો): પ્રવાસીનું નામ, ઉંમર, ફોટો અને સરકારી ID (આધાર, મતદાર ID, વગેરે)  સ્કેન કરેલી નકલ અપલોડ કરો.
  • સ્ટેપ 5 (સબમિટ કરો): બધી માહિતી ચકાસ્યા પછી, 'સબમિટ કરો' પર ક્લિક કરો. સક્સેક રજિસ્ટ્રેશન પર , તમને એક કન્ફર્મેશનનો મેસેજ આવશે, અને આ સાથે ‘Yatra Registration Card  પ્રાપ્ત થશે.

સંખ્યા મર્યાદિત કરવાના નિર્ણયનો વિરોધ

નોંધણી શરૂ થઈ ગઈ છે, ત્યારે મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત કરવાના સરકારના નિર્ણય સામે વિરોધ પણ શરૂ થઈ ગયો છે. ચારધામ હોટેલ એસોસિએશને આ નિર્ણયને સ્થાનિક વ્યવસાયો માટે હાનિકારક ગણાવ્યો છે. એસોસિએશનના પ્રમુખ રાજેશ મહેતાએ ચેતવણી આપી છે કે જો સરકાર પુનર્વિચાર નહીં કરે, તો માર્ચના બીજા ભાગમાં વિરોધ શરૂ કરવામાં આવશે. જોકે, સરકારનો તર્ક છે કે હિમાલય ક્ષેત્રની સલામતી અને સુરક્ષા માટે ભીડ નિયંત્રણ જરૂરી છે.