ભોપાલઃ કોરોનાની અસર હવે મહાકાલ મંદિર પર પણ પડી છે. મધ્યપ્રદેશના સુપ્રસિદ્ધ ઉજ્જૈન મહાકાલ મંદિરને લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં સોમવારે ફક્ત મધ્યપ્રદેશના ભક્તોને જ પ્રવેશ આપવામાં આવશે. મંદિર સમિતિએ કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
મંદિર પ્રશાસક સુજાન સિંહ રાવતે જણાવ્યુ કે, દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આવામાં દેશના અન્ય શહેરોમાંથી આવનારા ભક્તોને મંદિરમાં પ્રવેશ પ્રતબિંધિત કરી દેવામાં આવ્યો છે. શ્રાવણ માસમાં સવારે 5.30થી રાત્રે 9 વાગ્યા સુધી અલગ અલગ સમય પર ભક્તોને ભગવાન મહાકાલના દર્શન કરાવવામાં આવી રહ્યાં છે.
મંદિરમાં પ્રતિદિન 8 થી 10 હજાર ભક્તોને પ્રવેશ મળી રહ્યો છે. આ માટે તેમને એડવાન્સ બુકિંગ કરાવવુ અનિવાર્ય છે. જે ભક્તો બુકિંગ વિના મંદિર પહોંચી રહ્યાં છે, તેમને 250 રૂપિયા તાત્કાલિક દર્શન ટિકીટ પર સીધા પ્રવેશની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. પ્રશાંસકે જણાવ્યુ કે એડવાન્સ બુકિંગ અને તાત્કાલિક દર્શન ટિકીટ ખરીદવા માટે ઓળખપત્ર અનિવાર્યા છે.
COVID-19: મહાકાલ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે તાળાબંધી, ફક્ત આ ભક્તોને જ પ્રવેશવા માટે મળી મંજૂરી, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jul 2020 09:33 AM (IST)
મંદિર પ્રશાસક સુજાન સિંહ રાવતે જણાવ્યુ કે, દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આવામાં દેશના અન્ય શહેરોમાંથી આવનારા ભક્તોને મંદિરમાં પ્રવેશ પ્રતબિંધિત કરી દેવામાં આવ્યો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -