ઉત્તરાખંડના ધારાલીમાં યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. 40-45 કલાકથી સતત ચાલી રહેલા ઓપરેશન જિંદગી હેઠળ, 372 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જેમાં વિવિધ રાજ્યોમાંથી આવતા યાત્રાળુઓનો પણ સમાવેશ થાય છે.

અત્યાર સુધીમાં 372 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.તમામ લોકોને રેસ્ક્યૂ કરી સેનાના કેમ્પમાં લઈ જવાયા છે.જેમાં ગુજરાતના 131 પ્રવાસી છે . તેઓ સલામત હોવાના અહેવાલ છે. ઉપરાંત  મહારાષ્ટ્રના 123 લોકોનું પણ  રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના 12, રાજસ્થાનના છ પ્રવાસીઓને બચાવી લેવાયા છે.

ઉત્તરાખંડના ધારલીમાં SDRF, NDRF, ITBP, આર્મી અને ઉત્તરાખંડ પોલીસની ટીમોનું બચાવ ઓપરેશન જિંદગી હજુ પણ ચાલુ છે. લગભગ 40-45 કલાક ચાલેલા આ ઓપરેશનમાં 274 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. બચાવેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા ધારલીથી હર્ષિલ લઈ જવામાં આવ્યા છે. આમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ શામેલ છે જે વિવિધ સ્થળોએથી આવ્યા છે.

કયા રાજ્યમાંથી કેટલા યાત્રાળુઓને બચાવાયા

ઉત્તરાખંડ સરકારે ANI ને જણાવ્યું કે, ગુજરાતના 131 લોકોને સહી સલામત  હર્ષિલ લાવવામાં આવ્યા છે અને બધા સુરક્ષિત છે. ગુજરાત સહિત અનેક રાજ્યોના પ્રવાસીઓનો આમાં સમાવેશ થાય છે. જાણીએ કયાં રાજ્યના લોકો છે.

ક્યાં રાજ્યના કેટલા પ્રવાસીઓ 

  •  ગુજરાત – 131
  • મહારાષ્ટ્ર – 123
  • મધ્ય પ્રદેશ – 21
  • ઉત્તર પ્રદેશ – 12
  • રાજસ્થાન – 6
  • દિલ્હી – 7
  • આસામ – 5
  • કર્ણાટક – 5
  • તેલંગાણા – 3
  • પંજાબ – 1

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આવેલી આપત્તિ બાદ મહારાષ્ટ્રના 151 પ્રવાસીઓ ફસાયેલા છે. ફસાયેલા 31  પ્રવાસીઓનો સંપર્ક થઈ રહ્યો નથી. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના 120  ફસાયેલા પ્રવાસીઓને આઈટીબીપી કેમ્પમાં રાખવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના 120 પ્રવાસીઓને ITBP કેમ્પમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. બાકીના ૩૧ પ્રવાસીઓ સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે, મુખ્ય સચિવ રાજેશ કુમારે ઉત્તરાખંડના મુખ્ય સચિવ આનંદ વર્ધન સાથે ફોન પર વાત કરી. મુખ્ય સચિવે પ્રવાસીઓને શોધવા અને તેમને મહારાષ્ટ્ર પાછા લાવવા માટે મદદ માંગી છે.

રેસ્કયુ ઓપરેશનમાં  ચિનૂક હેલિકોપ્ટર તૈનાત

ઉત્તરકાશીના હર્ષિલથી બચાવાયેલા 35 લોકોને ભારતીય વાયુસેનાના ચિનૂક વિમાન દ્વારા જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા. ITBP બચાવ ટીમ દ્વારા કુલ 307 યાત્રાળુઓને ગંગોત્રીથી મુખવા ખસેડવામાં આવ્યા હતા અને તેઓ ટીમ સાથે હર્ષિલ હેલિપેડ પર પહોંચ્યા છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ગુરુવારે, મુખ્યમંત્રીએ ફરીથી BRO અધિકારીઓ, કેન્દ્રીય મંત્રી અજય તમટા, ITBP અને NDRF અધિકારીઓ સાથે બેઠક યોજી. તેમણે અસરગ્રસ્ત ગામની મુલાકાત પણ લીધી અને સ્થાનિક લોકોને મળ્યા અને તેમને તમામ મદદની ખાતરી આપી. ધામી ઘાયલ લોકોને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા.         

#WATCH उत्तरकाशी: बादल फटने के बाद हरसिल के पास खीरगाड़ क्षेत्र के धराली गांव में अचानक बाढ़ आ गई। उत्तराखंड के मुख्यमंत्री पुष्कर सिंह धामी घायल लोगों से मिलने के लिए अस्पताल पहुंचे। pic.twitter.com/COkuofAn1q

— ANI_HindiNews (@AHindinews) August 7, 2025