કોગ્રેસ નેતા જયરામ રમેશની સલાહ- CAA-NRC વિરુદ્ધ થઇ રહેલા પ્રદર્શનથી દૂર રહે વિપક્ષ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Feb 2020 04:44 PM (IST)
જયરામ રમેશે કહ્યું કે, પાર્ટીને ફરી બેઠી કરવા માટે નેતાઓના અહંકાર અને મહત્વાકાંક્ષાઓ એકસાથે ખત્મ કરવી સમયની માંગ છે
કોલકત્તાઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ કોગ્રેસમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ વચ્ચે પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે, પાર્ટીને ફરી બેઠી કરવા માટે નેતાઓના અહંકાર અને મહત્વાકાંક્ષાઓ એકસાથે ખત્મ કરવી સમયની માંગ છે. રાજ્યસભાના સભ્ય અને પૂર્વ કેન્દ્રિય મંત્રીએ કહ્યું કે પાર્ટીને સુરંગના અંતમાં પ્રકાશ દેખતા અગાઉ લાંબી સફર પુરી કરવાની છે અને ભલામણ કરી કે તમામ વરિષ્ઠ નેતાઓએ એક ઉંમર બાદ યુવાઓ નેતાઓનું માર્ગદર્શન કરવું જોઇએ નહી તેમની સફરમાં કાંટા પેદા કરવા જોઇએ. એનઆરસી, સીએએ અને એનપીઆર વિરુદ્ધ દેશવ્યાપી આંદોલનના મુદ્દા પર રમેશે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓએ આ પ્રદર્શનોથી એક દૂર રહેવું જોઇએ અને જન આંદોલનને બળજબરીપૂર્વક અપનાવવાનો પ્રયાસ કરવો જોઇએ નહીં. કોઇ એકના હાથમાં જાદૂ હોતો નથી. આ સામૂહિક પ્રયાસ છે. આ સામૂહિક કામ, અનુશાસન અને તમામ વ્યક્તિના અહંકારને મળીને ખત્મ કરવાનું આહવાન હશે. દેશની સૌથી જૂની પાર્ટીનું ભવિષ્યની રણનીતિ અંગે પૂછવા પર રમેશે કહ્યું કે, આપણા તમામની પોતપોતાની મહત્વાકાંક્ષા છે પરંતુ હજુ એક મહત્વાકાંત્રા હોવી જોઇએ પાર્ટીને ફરીથી બેઠી કરવાની. તેના સમર્થકોને જાળવી રાખવા તથા સત્તામાં પાછા ફરવું. રમેશે સૂચન કર્યું હતુ કે વરિષ્ટ કોગ્રેસ નેતાઓએ પોતાનાથી ઓછો અનુભવ ધરાવતા નેતાઓને માર્ગદર્શન આપવું જોઇએ. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે કેન્દ્રમાં સત્તા ગુમાવી પરંતુ રાજ્યોમાં પણ ગુમાવી છે. જોકે, કેટલાક રાજ્યોમાં ફરીથી સત્તામાં આવ્યા છીએ.