ગોવામાં ટ્રેનિંગ દરમિયાન મિગ 29k એરક્રાફ્ટ ક્રેશ, પાયલટ સુરક્ષિત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Feb 2020 03:04 PM (IST)
ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના પહેલા જ નવેમ્બરમાં એક ગામ નજીક મિગ 29K દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
નવી દિલ્હી: ગોવામાં રૂટીન ટ્રેનિંગ દરમિયાન ભારતીય નૌસેનાનું મિગ એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી . મિગ 29K એરક્રાફ્ટ રવિવારે સવારે 10.30 વાગ્યે ગોવાના દરિયા કિનારે રૂટિન ટ્રેનિંગ દરમિયાન ક્રેસ થયું હતું. જો કે, પાયલટને કોઈ નુકસાન થયું નથી. ઘટના બાદ નેવીના અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. પ્રાપ્ત જાણકારી મુજબ, પાયલટ એરક્રાફ્ટ લઈને નિયમિત રૂટિન પર નીકળ્યા હતા.ઉડાન ભર્યાના થોડાક જ સમયમાં એરક્રાફ્ટમાં ટેકનીકલી ખામી સર્જાતા. પાયલટે તેની જાણકારી એર ટ્રાફિક કંટ્રોલના અધિકારીઓને આપી હતી પરંતુ તેની વચ્ચે આ એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે આ અગાઉ પણ નવેમ્બરમાં એક ગામ નજીક મિગ 29K દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં પાયલટ સુરક્ષિત બચી ગયો હતો.