નવી દિલ્હી: સોહરાબુદ્દીન એનકાઉન્ટર મામલાની સુનાવણી કરી રહેલા જજ લોયાની મોતના મામલે તપાસ માટે રાષ્ટ્રપતિને મળનારા તમામ વિપક્ષી દળોની આજે મહત્વની બેઠક થશે. જજ લોયાના મોતના મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પીટિશન પરનો નિર્ણય આવ્યા બાદ આ મામલે બેઠકમાં ચર્ચા થશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કૉંગ્રેસ સહિત 14 પક્ષ બેઠકમાં સામેલ થશે તેવી સંભાવના છે. રાજ્યસભામાં કૉંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદના રૂમમાં આ મીટીંગ થશે.
જજ લોયાના મોતના તપાસને લઈને દાખલ કરેલી પીટિશનને સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. તેના પર આ બેઠકમાં ચર્ચા થશે. અહેવાલ પ્રમાણે આ બેઠકમાં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ પર પણ ચર્ચા થઈ શકે છે. વિપક્ષનો પ્રયાસ છે તે આ મુદ્દે વધુંમાં વધું પક્ષ વચ્ચે સહમતિ બનાવે. જણાવી દઈએ કે સીબીઆઈ જજ બીએચ લોયાના મોત મામલે એસઆઈટીની તપાસ અરજીને સુપ્રીમ કોર્ટે ગઈકાલે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે જજ લોયા મામલે સુનાવણી કરતા કહ્યું કે આ મામલે કોઈ આધાર નથી. તેથી આ કેસમાં તપાસ નહીં થાય.