નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ હાલ ઘટી ગયા છે. આ દરમિયાન આઈસીએમઆરના પૂર્વ વૈજ્ઞાનિક ડો, રમણ ગંગાખેડકરે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની આશંકા ખૂબ ઓછી છે. સ્કૂલ ખોલવાનો નિર્ણય ઉતાવળે ન લેવો જોઈએ. એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું, બાળકોમાં કોવિડનો પ્રભાવ લાંબા સમય સુધી ગંભીર થઈ શકે છે. સ્કૂલ ખોલવા માટે અલગ અલગ દ્રષ્ટિકોણ હોવા જોઈએ. એક નિશ્ચત વિસ્તારમાં મામલાની સંખ્યા પર સ્કૂલ ખોલવાનો ફેંસલો લેવો જોઈએ.


તેમણે કહ્યું કે, કોવિડ-19 આગળ જઈને ઈન્ફ્લૂએંઝા વાયરસની જેમ બની શકે છે. રસી લગાવેલા લોકોમાં કોવિડ સંક્રમણ બાદ લક્ષણ નહીં જોવા મળે અથવા હળવા લક્ષણ જોવા મળશે. ગંગાખેડકરે કહ્યું, સંક્રમણની સંખ્યામાં વધારો થતો રહેશે. કારણકે રસી સ્ટરલાઇઝિંગ ઈમ્યુનિટી નતી આપતો. આ રસી ડિસીઝ મોડિફાઈંગ થે પરંતુ લોકોને સંક્રમણથી બચાવવામાં સક્ષમ નથી.


આઈસીએમઆરના પૂર્વ અધિકારીએ કહ્યું, જ્યા સુધી કોઈ નવો વેરિયંટ ન હોય કે રસીની અસર બંધ ન કરે ત્યાં સુધી કોરોનાના વધતા મામલાથી ડરવાની કોઈ જરૂર નથી. જે લોકોએ રસી નથી લીધી તેવા લોકોને વાયરસ વધારે પ્રભાવિત કરશે.


દેશમાં કોરોનાના કેસ ફરીથા ઘટવા લાગ્યા છે. સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 27,254 નવા કેસ નોંધાયા છે અને 219 લોકોના મોત થયા છે. જ્યારે 37,687 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં રિકવરી રેટ 97થી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી 74 ટકા જેટલા કેસ માત્ર કરેળમાં જ નોંધાયા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 20,240 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 67 લોકોના કોરોનાથી મોત થયા છે અને 29,710 લોકો કોરોના મુક્ત થયા છે. કેરળમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 2,22,255 છે. જ્યારે કુલ 41,30,065 લોકો કોરોનાથી ઠીક થયા છે. કુલ મૃત્યુ આંક 22,551 છે. જ્યારે ટેસ્ટ પોઝિટિવિટી રેટ 17.5 ટકા છે.


કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 74,38,37,647 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 53,38,643 લોકોને રસી અપાઈ હતી.