India Coronavirus Update: દેશમાં કોરોનાના કેસ ફરીથા ઘટવા લાગ્યા છે. સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 27,254 નવા કેસ નોંધાયા છે અને 219 લોકોના મોત થયા છે. જ્યારે 37,687 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં રિકવરી રેટ 97થી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી 74 ટકા જેટલા કેસ માત્ર કરેળમાં જ નોંધાયા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 20,240 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 67 લોકોના કોરોનાથી મોત થયા છે અને 29,710 લોકો કોરોના મુક્ત થયા છે. કેરળમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 2,22,255 છે. જ્યારે કુલ 41,30,065 લોકો કોરોનાથી ઠીક થયા છે. કુલ મૃત્યુ આંક 22,551 છે. જ્યારે ટેસ્ટ પોઝિટિવિટી રેટ 17.5 ટકા છે.


દેશમાં કોરોનાની શું છે સ્થિતિ


કુલ કેસઃ 3 કરોડ 32 લાખ 64 હજાર 175


કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 24 લાખ 47 હજાર 032


કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 74 હજાર 269


કુલ મોતઃ 4 લાખ 42 હજાર 874


દેશમાં કેટલા લોકોને અપાઈ રસી


કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 74,38,37,647 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 53,38,643 લોકોને રસી અપાઈ હતી.




કેટલા સેમ્પલ ટેસ્ટ કરાયા


આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 54,30,14,076 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 12,08,247 સેમ્પલ ટેસ્ટ કરાયા છે.


આ પણ વાંચોઃ Gujarat Corona Cases: છૂટછાટ મળતાં જ કોરોનાએ ફરી ઉથલો માર્યો, જાણો ચાલુ મહિને કેટલા ટકાનો વધારો થયો