નવી દિલ્લીઃ દેશમાં એક તરફ કોરોનાના કેસોએ પીક પકડી છે. બીજી તરફ દેશમાં તરુણોનું વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશમાં ત્રણ જ દિવસમાં એક કરોડથી વધુ તરુણોને રસી આપી દેવામાં આવી છે. આ અંગે ખૂદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. 


ડો. મનસુખ માંડવીયાએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે, રસીકરણ માટે યંગ ઈન્ડિયામાં શાનદાર ઉત્સાહ. 15-18 વય જૂથ વચ્ચેના 1 કરોડથી વધુ યુવાનોને કોરોના રસીનો પહેલો ડોઝ મળ્યો છે તે પણ બાળકો માટે રસીકરણ અભિયાનના ત્રીજા દિવસે. હું તમામ લાયક યુવાન મિત્રોને વહેલામાં વહેલી તકે રસીકરણ કરાવવા અપીલ કરું છું.






દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58,097 કેસ નોંધાયા હતા, જ્યારે તેની સામે 15,389 રિકવર થયા હતા. તો 534 લોકોના છેલ્લા 24 કલાકમાં મોત થયા હતા. દેશનો દૈનિક પોઝિટીવિટી રેટ 4.18% છે. દેશમાં એક્ટિવ કેસ 2,14,004 એ પહોંચી ગયા છે. જ્યારે ટોટલ 3,43,21,803 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે કુલ 4,82,551 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 147.72 કરોડ વેક્સિન આપવામાં આવી છે. દેશમાં ઓમિક્રોનના કુલ 2135 કેસ થયા છે. જ્યારે તેની સામે 828 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


 


મહારાષ્ટ્ર અને દિલ્લીમાં સૌથી વધુ 653 અને 464 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2265 કેસ નોંધાયા છે. બીજી તરફ 240 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,19,287 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.85 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 2 મોત થયા છે. આજે 8,73,457 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1290 , સુરત કોર્પોરેશનમાં 415,  વડોદરા   કોર્પોરેશનમાં 86 , આણંદ 70, કચ્છ 37,  રાજકોટ કોર્પોરેશનમાં 36, ખેડા 34, ભરુચ 26, અમદાવાદ 24, મોરબી 24, ગાંધીનગર કોર્પોરેશન 23, રાજકોટ 21, ભાવનગર કોર્પોરેશન 18, નવસારી 18, જામનગર કોર્પોરેશન 16, મહેસાણા 14, પંચમહાલ 14, ગાંધીનગર 12, સુરત 9, વલસાડ 9, જૂનાગઢ કોર્પોરેશન 8, વડોદરા 8, જામનગર 7, બનાસકાંઠા 6, સાબરકાંઠા 6, અરવલ્લી 5, ભાવનગર 4, દેવભૂમિ દ્વારકા 4, જૂનાગઢ 4, મહિસાગર 4, અમરેલી 3, ગીર સોમનાથ 3, તાપી 3,  દાહોદ 2, ડાંગ 1 અને સુરેન્દ્રનગરમાં  1  નવો કેસ નોંધાયો છે.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 7881  કેસ છે. જે પૈકી 18 વેન્ટીલેટર પર છે, જ્યારે 7863 નાગરિકો સ્ટેબલ છે. 8,19,287 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10125 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે નવસારી 1 અને ભાવનગરમાં 1 મોત થયું છે. 



 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 24  નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 249 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 8014 લોકોને પ્રથમ અને 36110 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 154685 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 96226 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 8,73,457 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,13,08,830 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.  બોટાદ, છોટા ઉદેપુર,  નર્મદા,  પાટણમાં અને પોરબંદરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.