નવી દિલ્હી: કાશ્મીરની વાદીઓમાં આતંકવાદીઓ મોટી હોનારત કરવાની ફિરાકમાં છે. નિયંત્રણ રેખા (એલઓસી) પર 200થી વધુ હથિયારો સાથે આતંકવાદીઓ કાશ્મીરમાં ઘૂસપેઠ કરવાની ફિરાકમાં છે. 200 આતંકવાદીઓમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિજબૂલ મુઝાહિદ્દીન અને જમાત-ઉદ-દાવાના સભ્યો છે.
આતંકી ઘૂસપેઠ માટે ઢોંગ, નાલા અને દરિયા વિસ્તારનો ઉપયોગ કરી રહ્યા છે. ગ્રુપમાં નવા સમાવેશ થયેલા આતંકવાદીઓને હુમલો કરવાના અને સુરક્ષા દળોના સૈન્યને નિશાને બનાવવાનું ટાસ્ક આપવામાં આવ્યું છે.
આતંકવાદીઓની બૉર્ડર પર અને ઘાટીની અંદર ડબલ હુમલો કરવાની યોજના છે. જમ્મુ-કાશ્મીરમાં પર્યટન વિભાગને પ્રભાવિત કરીને ત્યાંની અર્થવ્યવસ્થાને પણ અસ્થિર કરવાની કોશિશ છે. અમરનાથ યાત્રાને પણ નિશાને બનાવી શકે છે. આતંકી સંગઠન હિઝબુલ કમાંડર બુરહાન વાનીના મોતનો બદલો લેવા માંગે છે. તે એનાથી યુવાઓને આતંકી ગતિવિધિઓમાં સમાવેશ કરવા માંગે છે.
પુરી ઘાટીમાં સુરક્ષા એંજસીઓ સતર્ક થઈ ગયા છે, તે તમામ મહત્વપૂર્ણ વિશ્વવિદ્યાલયોમાં નજર રાખી રહ્યા છે. સૈન્યના જવાનો આતંકીઓને દરેક નાપાક ઈરાદાઓને અસફળ કરવા સક્ષમ છે.