તેમણે કહ્યું કે, પહેલા 10 લાખ લોકોના રસીકરણ સુધી પહોંચવા માટે ભારત સૌથી ઝડપી હતું. આપણે છ દિવસમાં સ્થાન મેળવ્યું છે. અમેરિકાએ 10 દિવસમાં, સ્પેને 12 દિવસ, ઇઝરાયલ 14 દિવસ, બ્રિટન 19 દિવસ, જર્મનીમાં 20 દિવસ અને યૂએઈમાં 27 દિવસમાં આ કામ થયું હતું. 16 જાન્યુઆરીથી આપણે 3374 વેક્સિનેશન સેશન કર્યા. 19 જાન્યુઆરીએ સંખ્યા વધીને 3800 સેશન થી. 22 જાન્યુઆરીએ 6200 સેશન થયા. 25 જાન્યુઆરીએ 7700 વેક્સિન સેશન કર્યા. આજે 9000 કેન્દ્રો પર વેક્સિન આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે રસીકરણમાં ઓરિસ્સા, હરિયાણા, રાજસ્થાન, તેલંગણા, આંધ્ર પ્રદેશનું સારૂ પ્રદર્શન રહ્યું છે. આ રાજ્યોમાં 35 ટકાથી વધુ સ્વાસ્થ્ય કર્મીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તમિલનાડુ, દિલ્હી, ઝારખંડ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્રમાં 21 ટકાથી ઓછુ રસીકરણ કરવામાં આવ્યું, તેમાં સુધારાની જરૂર છે.