ગાજીપુર અને સિંધુ બોર્ડર પર ગુરૂવારે બપોર પછી મોટી સંખ્યામાં દિલ્હી અને ઉત્તર પ્રદેશની પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. ગાજીપુરમાં વીજળી અને પાણી સપ્લાઈ કાપી નાખવામાં આવ્યા છે. પોલીસે ખેડૂતોને કહ્યું કે આજે જ રસ્તો ખાલી કરી દે.
રાકેશ ટિકૈતએ કહ્યું કે ભાજપના લોકો ગુંડાગર્દી કરી રહ્યા છે. આંદોલન ચાલુ રાખો, તેમણે ખેડૂતોને સંબોધિત કરતા ગુરુવારે સાંજે કહ્યું કે કંઈ થશે તો પ્રશાસન જવાબદાર ગણાશે. રાકેશ ટિકૈતે કહ્યું કે ભાજપના લોકો ગુંડાગર્દી કરી રહ્યા છે.
ભારતીય કિશાન યૂનિયનના સુપ્રીમો ચૌધરી નરેશ ટિકૈતે કહ્યું કે આંદોલનકારી ગાજીપુર બોર્ડરના ઘરણા સમાપ્ત કરે. તેમણે કહ્યું તમામ સુવિધાઓ બંધ થયા બાદ કઈ રીતે ચાલશે ધરણા. તેમણે કહ્યું કે નેતા, કાર્યકર્તાઓએ ધરણા ખત્મ કરી પરત જવું જોઈએ. નરેશ ટિકૈતે કહ્યું ખેડૂતો સાથે મારપીટ થાય તેનાથી સારૂ છે કે ધરણા પૂર્ણ કરી દે.
ગાજીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી છે. ગાજીપુર બોર્ડરને ખાલી કરાવવા માટે અધિકારીઓ પહોંચ્યા છે. ગાજીયાબાદના ડીએમ અને એસએસપી સ્થળ પર પહોંચ્યા છે. રાકેશ ટિકૈતે કહ્યું પ્રશાસનના આવવા પર તેમની સાથે વાત કરશું.
Farmers Protest : ધરણા ચાલુ રાખવાની રાકેશ ટિકૈતની જાહેરાત, ગાજીપુર બોર્ડર પર ફોર્સ તૈનાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jan 2021 07:07 PM (IST)
ગાજીપુર અને સિંધુ બોર્ડર પર ગુરૂવારે બપોર પછી મોટી સંખ્યામાં દિલ્હી અને ઉત્તર પ્રદેશની પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -