કોરોના વાયરસઃ ચીનથી આવેલી 50,000 PPE કિટ સેફ્ટી ટેસ્ટમાં થઇ ફેઇલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Apr 2020 01:06 PM (IST)
1,70,000 પીપીઇ કિટ ભારત સરકારને ડોનટ કરવામાં આવી હતી જેમાં 50 હજાર કિટ્સ ક્વોલિટી ટેસ્ટમાં ફેઇલ થઇ ગઇ છે.
NEXT
PREV
નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઇને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ)ના મુખ્ય સપ્લાયર ચીને ભારતમાં કેટલીક ખરાબ ગુણવતાવાળી કિટ મોકલી છે જે બિનઉપયોગી છે. ચીને મોકલેલી આ કિટ સેફ્ટી ટેસ્ટમાં નિષ્ફળ રહી હતી. આ કિટ ભારતમાં મોટી પ્રાઇવેટ કંપનીઓએ દાનના રૂપમાં પ્રાપ્ત કરી હતી. આ તમામ કિટ મેડ ઇન ચાઇના હતી.
એક રિપોર્ટ અનુસાર, આ મામલા સાથે જોડાયેલા એક વ્યક્તિએ કહ્યુ કે, 1,70,000 પીપીઇ કિટ ભારત સરકારને ડોનટ કરવામાં આવી હતી જેમાં 50 હજાર કિટ્સ ક્વોલિટી ટેસ્ટમાં ફેઇલ થઇ ગઇ છે. તેમણે કહ્યું કે, 30 હજાર અને 10 હજાર કિટ્સના બે નાના કસાઇનમેન્ટ્સમાં આવ્યા હતા જે સેફ્ટી ટેસ્ટમાં ફેઇલ થયા છે. આ કિટ્સ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન લેબોરેટરી ગ્વાલિયરમાં ટેસ્ટ કરવામાં આવી હતી. સરકારી અધિકારીઓએ કહ્યુ કે, તે ફક્ત CE/FDAcertified PPE કિટ ખરીદી રહ્યા છે. ડોનેશનના રૂપમાં મળેલી કેટલીક કિટ્સ ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ રહી છે અને ઉપયોગ કરી શકાય નહીં.
નોંધનીય છે કે સરકારનો અંદાજ છે કે જો ભારતમાં બે મિલિયન પીપીઇ સૂટ હશે તો ભારત સારી સ્થિતિમાં હશે. સરકારી અધિકારીઓએ કહ્યું કે, ગભરાવાની જરૂર નથી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -