પ્રત્યેક સરકાર કંઈક પહેલ કરે છે જે સારી અને લાભદાયક હોય છે. તેમણે એનડીએ સરકારના વખાણ કરતા કહ્યું હતું કે, તેમના રાષ્ટ્રીય રાજમાર્ગ નિર્માણ કાર્યક્રમને ‘સફળતા’ મળી છે અને એનડીએ સરકારના સમયમાં આધાર જેવી પહેલને વધુ મજબુત બનાવવામાં આવી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે શનિવારે કહ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં જનમત સંગ્રહનો વિચાર હવે અપ્રાંસગિક થઈ ગયો છે. પાકિસ્તાન સાથે વાતચીત કરવાની વકીલાત કરતાં તેમણે કહ્યું હતું કે, જોકે આ પાડોશી દેશ સાથે વાતચીત કરવી ખુબ જટિલ છે પરંતુ યુદ્ધને ટાળવાનો બીજો કોઈ ઉપાય નથી. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના હાલાતમાં ખુબ પરિવર્તન આવી ગયું છે અને સમજવું પડશે કે જનમત સંગ્રહને ખુબ વિશેષ પરિસ્થિતિઓમાં કરાવવું પડતું હોય છે.
તેમણે કહ્યું હતું કે, છેલ્લા 70 વર્ષોથી ભારત અને પાકિસ્તાન ક્રમશ: જમ્મુ અને કાશ્મીર તથા પાક અધિકૃત કાશ્મીર પર શાસન કરતા આવ્યાં છે અને હવે ગ્રાઉન્ડ સ્તરે હાલાત સંપૂર્ણ રીતે બદલાઈ ગયા છે.