Sonali Phogat Murder Case: ભાજપ નેતા અને સોશિયલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટની હત્યામાં પોલીસ કાર્યવાહી કરી રહી છે, પરંતુ આ દરમિયાન વધુ એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. સોનાલી ફોગાટના નજીકના વ્યક્તિ રિષભ બેનીવાલે એબીપી ન્યૂઝને સનસનાટીભરી માહિતી આપી છે. ઋષભ બેનીવાલે દાવો કર્યો છે કે આરોપી સુધીર સાંગવાને સોનાલી ફોગાટને પોતાના કંટ્રોલમાં રાખવા માટે તાંત્રિકનો ઉપયોગ કર્યો હતો, જેના માટે તેણે તાંત્રિકને ઘણી વખત ફાર્મ હાઉસ પર બોલાવ્યો હતો.


સોનાલી ફોગાટના પીએ સુધીર સાંગવાન સહિત પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી છે. સુધીર સાંગવાન ઉપરાંત, સુખવિંદર સિંહ, એક કથિત ડ્રગ પેડલર અને ગોવાના કર્લીઝ રેસ્ટોરન્ટનો માલિક પણ પોલીસની કસ્ટડીમાં છે.


રિષભ બેનીવાલે સુધીર સાંગવાન પર વધુ આરોપો લગાવ્યા


રિષભ બેનીવાલે સુધીર સાંગવાન પર વધુ આરોપ લગાવ્યા છે. ઋષભે કહ્યું, સોનાલીની દીકરી યશોધરાને પણ સુધીર તરફથી ખતરો છે, મારી હાજરીમાં તેણે સોનાલી સાથે ખરાબ વર્તન કર્યું. તેની પાસે કંઈક તો એવું હતું જેના કારણે સોનાલી તેની બધી વાત માનતી હતી. મેં સોનાલીને તેના ગુનાહિત રેકોર્ડ વિશે જણાવ્યું હતું. ખેડૂતો સાથે છેતરપિંડી વિશે વાત કરી. ઋષભ બેનીવાલે વધુમાં કહ્યું કે, રોહતકમાં સુધીર સાંગવાનની ક્રિમિનલ ફાઇલ છે. રિષભે કહ્યું, સબસિડી મેળવવાના નામે ખેડૂતો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.


સુધીર સાંગવાનના કથિત છેતરપિંડીનો ભોગ બનેલા ખેડૂત અમિત ડાંગીએ એબીપી ન્યૂઝને કહ્યું કે, સુધીર સાંગવાન સોનાલી ફોગાટ સાથે ખેડૂતો પાસે આવતો હતો, તેની સામે 420નો આરોપ છે. જે ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેમની સાથે સોનાલી ફોગાટનો વીડિયો પણ ઉપલબ્ધ છે. અમિત ડાંગીએ કહ્યું કે સોનાલી ફોગાટ તેના ફાર્મ હાઉસમાં ખેડૂતોના આયુર્વેદિક ઉત્પાદનો ઉગાડવા માંગતી હતી.


આ પણ વાંચો


Shrawan 2022: પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે કરો આ 3 ટોટકા, દરેક કામ થશે સફળ


Gujarat Election : રાહુલ ગાંધી અમદાવાદમાં કરી શકે છે રોડ શો, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ?


Congress : તૂટી રહી છે કોંગ્રેસ, છેલ્લા 8 મહિનામાં 8 મોટા નેતાઓએ છોડી પાર્ટી, 4 તો કેન્દ્રીય મંત્રી હતા


PM Modi Gujarat Visit LIVE: આજથી પીએમ મોદી ગુજરાતના પ્રવાસે, અમદાવાદને આપશે આ ભેટ


Supreme Court : આજે શપથ લેશે જસ્ટિસ લલિત, કાર્યકાળ દરમિયાન મુખ્યત્વે આ 3 સુધારાની કરી જાહેરાત