શ્રીનગર: કાશ્મીર પ્રવાસે ગયેલા ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, જ્યાં સુધી આતંકવાદની વાત છે, તેને સાંખી લેવામાં આવશે નહીં. ગૃહમંત્રીએ પાકિસ્તાન પર આરોપ લગાવ્યો છે કે તે કાશ્મીરના યુવાનોને હથિયાર ઉઠાવવા મજબૂર કરી રહ્યું છે. તેમને કહ્યું કે, પાકિસ્તાન ખુદ આતંકવાદથી પીડિત છે. ગૃહમંત્રીએ વિસ્તારમાં શાંતિ બનાવી રાખવા માટે યુવાનોને નોકરી આપવાની પણ જાહેરાત કરી હતી.

તેમને કહ્યું કે, તમામ સમસ્યાઓનું નિરાકરણ વાતચીત દ્ધારા ઉકેલી શકાય છે. ગૃહમંત્રીએ કહ્યું કે, હિંસા વખતે ઘાયલ થયેલા લોકોને જરૂરત પડતા એમ્સમાં સારવાર કરાવવામાં આવશે. તેના માટે એક નોડલ અધિકારીની પણ નિયુક્ત કરવામાં આવશે. ગૃહમંત્રીએ કાશ્મીર મુદ્દા પર લોકોને પોતાનો અભિપ્રાય આપવાની અપીલ કરી છે.