નવી દિલ્લી: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઈક કર્યા બાદ સરહદ પાર (એલઓસી) પાકિસ્તાની સેના અને આતંકવાદીઓની ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ઈંટેલીજેંસ રિપોર્ટથી જાણવા મળ્યું છે કે છમ્બ સેક્ટરની પાસે ટેંકોની સાથે પાકિસ્તાની આર્ટલરી (તોપખાનોં)ની બે રેંજીમેંટ જોવા મળી હતી.


ગુપ્ત રિપોર્ટ પ્રમાણે, છમ્બ સેક્ટરમાં પાક આર્ટલરી અને ટેંકોની સાથે પાકિસ્તાની કમાંડો પણ જોવા મળ્યા હતા. આ કમાંડો પાકિસ્તાન સેનાની ઈંફેંટ્રી યૂનિટના હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઈંટેલીજેંસ સૂત્રોએ જણાવ્યું કે છમ્બ સેક્ટરમાં આ કમાંડોની સાથે એક બટાલિયન કમાંડિંગ ઓફિસર પણ જોવા મળ્યો હતો. છમ્બ અને તેની આસપાસનો વિસ્તાર ભારત અને પાકિસ્તાન બન્ને માટે વ્યૂહાત્મક રીતે પણ મહત્વ ધરાવે છે. હાજી પીરમાં ત્રણ રીતે ભારતીય સેનાની મજબૂત પકડ છે. ભારતીય સૈના છમ્બ સેક્ટરમાં પણ પાકિસ્તાન તરફથી થઈ રહેલી કોઈપણ પ્રકારની ગતિવિધિ સામે મૂંહતોડ જવાબ આપવા તૈયાર છે.