નવી દિલ્હીઃ ચારેય બાજુથી પછડાટ ખાઘા બાદ પાકિસ્તાન હવે નવા કાવતરા કરી રહ્યુ છે. પાકિસ્તાને હવે ઇન્ટરનેશનલ બોર્ડર પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાની રેન્જર્સ તરફથી ભારતના કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં ફાયરિંગ શરૂ કર્યુ છે.

જોકે, પાકિસ્તાનના કાવતરાનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. આ પહેલા સેનાએ બાલાકોટમાં બુધવારે પાકિસ્તાન તરફથી ફોડવામાં આવેલા જીવતા 9 મોર્ટારને નષ્ટ કર્યા હતા.



ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યુ હતુ. રવિવારે પાકિસ્તાની સેનાએ આખી રાત મોર્ટાર છોડ્યા હતા. સામે ભારતીય સૈનિકોએ પણ જવાબ આપ્યો હતો.