રક્ષામંત્રી રાજનાથ સિંહે લગભગ અડધા કલાક સુધી સ્વદેશી લડાકૂ તેજસમાં રહ્યાં, ખાસ વાત છે કે, ત્રણ વર્ષ પહેલા જ 'તેજસ'ને ભારતીય વાયુસેના સામેલ કરવામાં આવ્યુ હતુ. જોકે, હવે 'તેજસ'નું અપગ્રેડ વર્ઝન પણ આવવાનું છે.
ખાસ વાત છે કે 'તેજસ' હલકુ વિમાન છે, જેને હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ (HAL)એ તૈયાર કર્યુ છે. 83 તેજસ વિમાનો માટે એચએએલને લગભગ 45 હજાર કરોડ રૂપિયા મળશે.