શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પૂંછમાં શનિવારે પાકિસ્તાને ફરી યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. આ ઘટના બપોરે 4 વાગ્યાની છે. પાકિસ્તાને પૂંછ જિલ્લાના કાસ્બા અને કિરની સ્કેટરોમાં ફાયરિંગ કર્યું અને મોર્ટારના ગોળા છોડ્યા હતા. ભારતીય સેના અનુસાર, પાકિસ્તાનની આ નાપાક હરકતનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે.


આ પહેલા પાકિસ્તાને સવારે 11.40 વાગ્યે બાલાકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે નાના હથિયારો વડે ફાયરિંગ કર્યું હતું અને મોર્ટાર પણ છોડી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. તે પહેલા પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમા રેખા પાસે ચોકીઓ અને ગામમાં ફાયરિંગ કર્યું હતું.



અધિકારીઓએ જમાવ્યું કે, હીરાનગર સેક્ટરના પાનસર સરહદ ચોકી વિસ્તારમાં સીમાપારથી શુક્રવારે રાત્રે નવ વાગ્યેને 50 મિનિટ પર ફાયરિંગ શરુ કર્યું હતું. જો કે, સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.