SCO Foreign Ministers Meet: કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે (5 મે)ના રોજ ગોવામાં વિદેશ મંત્રીની SCO બેઠક બાદ આતંકવાદના મુદ્દે ફરી એકવાર પાકિસ્તાન પર પ્રહારો કર્યા હતા. જયશંકરે કહ્યું,  આતંકવાદ પર પાકિસ્તાનની વિશ્વસનીયતા તેના વિદેશી મુદ્રા ભંડાર કરતાં પણ વધુ ઝડપથી ઘટી રહી છે.  તેમણે કહ્યું,  આતંકવાદના પીડિત આતંકવાદ પર ચર્ચા કરવા તેના  ગુનેગારો સાથે નથી બેસતા. 


વિદેશ મંત્રીએ કહ્યું કે SCO સભ્ય દેશના વિદેશ મંત્રી તરીકે બિલાવલ ભુટ્ટો ઝરદારી  ભારત આવ્યા. જો કે  આતંકવાદના પ્રમોટર દેશના પ્રવક્તા તરીકેની તેની ભૂમિકા પર સવાલો ઉભા થયા છે.


ટેરરિઝ્મ ઈન્ડસ્ટ્રીના પ્રમોટર અને પ્રવક્તા...'


જયશંકરે કહ્યું, “SCO સભ્ય દેશ હોવાના કારણે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી સાથે એવો જ વ્યવહાર કરવામાં આવ્યો. એક ટેરરિઝ્મ ઈન્ડસ્ટ્રી જે પાકિસ્તાનનો મુખ્ય આધાર છે, ના પ્રમોટર, જસ્ટીફાયર અને પ્રવક્તાના રુપમાં તેમના પદોની આલોચના કરવામાં આવી અને એસસીઓની બેઠકમાં તેનો કરવામાં આવ્યો. 


પાકિસ્તાન પર વિદેશ મંત્રી જયશંકરે ટોણો માર્યો


એક પાકિસ્તાની પત્રકારના પ્રશ્નનો જવાબ આપતાં, જેમાં ભારત-પાકિસ્તાન સંબંધો પરના સવાલનો પણ સમાવેશ થાય છે, વિદેશ મંત્રી જયશંકરે ટોણો માર્યો હતો કે, "આતંકવાદનો ભોગ બનેલા લોકો આતંકવાદના ગુનેગારો સાથે આતંકવાદની ચર્ચા કરવા નથી બેસતા.  આતંકવાદનો ભોગ બનેલા લોકો પોતાનો બચાવ કરે છે, તેઓ નિંદા કરે છે. 


બિલાવલ છેલ્લા 12 વર્ષમાં ભારતની મુલાકાત લેનારા પ્રથમ પાકિસ્તાની વિદેશ મંત્રી છે. 2011 માં પાકિસ્તાનના તત્કાલિન વિદેશમંત્રી હિના રબ્બાની ખારે ભારતની મુલાકાત લીધી હતી અને તેમના તત્કાલીન સમકક્ષ એસએમ કૃષ્ણા સાથે વાતચીત કરી હતી. તત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફે 2014માં પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.


બેઠકમાં શું થયું?


વિદેશ પ્રધાન એસ જયશંકરે તેમના પાકિસ્તાની સમકક્ષ બિલાવલ ભુટ્ટો-ઝરદારીની હાજરીમાં એસસીઓની બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, કોઈપણ પ્રકારના ભેદભાવ વિના તમામ પ્રકારના આતંકવાદ અને તેને કરવામાં આવતા ફંડિંગને રોકવું જોઈએ.


પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું હતું કે, જ્યારે હું આ વિષય પર બોલું છું, ત્યારે હું માત્ર પાકિસ્તાનના વિદેશ પ્રધાન તરીકે જ બોલતો નથી. જે લોકોએ સૌથી વધુ હુમલામાં સૌથી વધુ સહન કર્યું છે, હું એક પુત્ર તરીકે પણ બોલી રહ્યો છું જેમની માતાની આતંકવાદીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી.