નવી દિલ્હીઃ પાકિસ્તાને કુલભૂષણ જાધવને બીજીવાર કાઉન્સીલર એક્સેસ આપવાનો ઇનકાર કરી દીધો છે. આના વિશે પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈસલે કહ્યું કે કુલભૂષણ જાધવને બીજીવાર કાઉન્સીલર એક્સેસ નહીં મળે.


ઉલ્લેખનીય છે કે, તાજેતમાં જ કુલભૂષણ જાધવ સાથે ભારતના ઉપ-ઉચ્ચાયુક્ત ગૌરવ અહલુવાલિયાએ મુલાકાત કરી હતી. આ મુલાકાત હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના તે આદેશ બાદ થઇ જેમાં કોર્ટે ભારતના કુલભૂષણ જાધવને ફાંસી પર રોક લગાવતા તેને કાઉન્સીલર એક્સેસ આપવાની વાત કહી હતી.




આવુ કંઇ પહેલીવાર નથી બન્યુ કે પાકિસ્તાને કુલભૂષણ જાધવે રાજકીય પહોંચ આપવાની ના પાડી દીધી છે. આ પહેલા પણ અનેક વાર પાકિસ્તાને જાધવને કાઉન્સીલર એક્સેસ આપવાનો ઇનકાર કરી રહ્યું હોય. વળી, આંતરરાષ્ટ્રીય કોર્ટ (આઇસીજે)માં સુનાવણી દરમિયાન પાકિસ્તાને કહ્યું હતું કે, તે કુલભૂષણ જાધવને સશર્ત કાઉન્સીલર મદદ આપવા તૈયાર છે.