નવી દિલ્લી: અંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખાની પેલી બાજુ પાકિસ્તાની ફોજની હલચલ તેજ થવાથી ભારતીય સેના અને બીએસએફની ચિંતાઓ દિવસ રાત વધી ગઈ છે. પાકિસ્તાનના કઠુઆથી અખનૂર-રાજોરી પૂંછ સીમા સુધી રેંજરો, સેના અને તોપોની ગોઠવી છે.


સુરક્ષા એંજસીઓ અનુસાર પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક, ભારતીય સેનાનો મૂંહતોડ જવાબ, હીરાનગર સેક્ટરમાં સાત રેંજર ઠાર થવાથી પાકિસ્તાને પોતાના આક્રમક વલણ અપનાવતા ભારત વિરુદ્ધ રણનીતિ ઘડી રહ્યું છે. ભારતીય સરહદથી બાજુમાં આવેલું દેવરા, હેડ મેરાલા, મીરપુર સહિત રાજોરી-પૂંછ સેક્ટરમાં પાકિસ્તાને પોતાની બ્રિગેડ શિફ્ટ કરી દીધી છે, જેમાં ટેંકોં અને તોપોનો સમાવેશ થાય છે.

અખૂન સેક્ટરમાં સેનાની બ્રિગેડને ખડેપગે ઉભી કરી દેવામાં આવી છે. આ બ્રિગેડની ચાર યૂનિટોમાં લગભગ એક હજાર સૈનિકો છે. પાકિસ્તાની સેનાએ પોતાના સૈનિકોની રજાઓ કેન્સલ કરી દીધી છે. પાકિસ્તાને યૂનિટોમાં તોપખાના પણ લગાવ્યા છે.