India digital strike: ભારતે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ વધુ એક કડક પગલું ભર્યું છે. તેમણે પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઈક શરૂ કરી છે. ભારતે પાકિસ્તાન સરકારના સોશિયલ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતે અગાઉ બુધવારે સાંજે CCS ની બેઠકમાં પાંચ મોટા નિર્ણયો લીધા હતા. આમાં અટારી સરહદ બંધ કરવાનો પણ સમાવેશ થતો હતો. હવે ભારતે સોશિયલ મીડિયા અંગે મોટી કાર્યવાહી કરી છે.
મોદી સરકારે ભારતમાં પાકિસ્તાનના સત્તાવાર x એકાઉન્ટ પર પ્રતિબંધ મુક્યો છે. હવે પાકિસ્તાન સરકારનું એકાઉન્ટ ભારતમાં દેખાશે નહીં. સીસીએસ બેઠકમાં ભારતે પોતાના માટે પાંચ મોટા નિર્ણયો લીધા હતા. આમાં સિંધુ જળ સંધિથી લઈને અટારી સરહદ સુધી કડક પગલાં લેવામાં આવ્યા હતા. આ પછી પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. તેને સર્જિકલ સ્ટ્રાઈકનો પણ ડર છે.
પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત સરકારના માહિતી ટેકનોલોજી મંત્રાલયે મસ્કના ‘X’ પ્લેટફોર્મને ભારતમાં પાકિસ્તાની સરકારના X એકાઉન્ટને બ્લોક કરવા કહ્યું છે. ભારત સરકારની આ વિનંતી પર કાર્યવાહી કરવામાં આવી છે. આનો સીધો અર્થ એ થયો કે પાકિસ્તાની સરકારનું ‘એક્સ’ એકાઉન્ટ હવે ભારતમાં દેખાશે નહીં.
X પ્લેટફોર્મ એક લોકપ્રિય પ્લેટફોર્મ છે જ્યાં વિશ્વભરના નેતાઓ અને સરકારો પાસે વેરિફાઇડ એકાઉન્ટ્સ છે. આ એકાઉન્ટ્સ દ્વારા તે પોતાના દેશ વિશે નિર્ણયો અને અન્ય માહિતી આપે છે. આ એકાઉન્ટ ભારતમાં બ્લોક કરવામાં આવ્યું છે.
મંગળવારે થયો હતો હુમલો
મંગળવારે ભારતના જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં બૈસરન ખીણમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં ઘણા પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલા પછી ભારત સરકારે ઘણા મોટા નિર્ણયો લીધા છે.
નોંધનીય છે કે પહલગામમાં થયેલા હુમલા પછૉ, બુધવારે સાંજે ભારતમાં સુરક્ષા પર કેબિનેટ સમિતિ (CCS) ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આમાં પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા.
- ભારત અને પાકિસ્તાન વચ્ચેની અટારી બોર્ડર ચેકપોસ્ટ બંધ કરવાનો છે.
- પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ હવે બંધ કરાશે.
- ભારતે સિંધુ જળ સંધિ પણ રોક લગાવી દીધી
- ભારતમાં હાજર તમામ પાકિસ્તાની રાજદ્વારીઓને 48 કલાકની અંદર દેશ છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
- હવે પાકિસ્તાનીઓને ભારતીય વિઝા નહીં મળે.