Pakistan on Nupur Sharma: વિશ્વ ફલક પર ભારતની (India) વધતી તાકાતથી પાકિસ્તાન (Pakistan) ધૂંઆપૂંઆ થયું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (Narendra Modi) યુનાઈટેડ અરબ અમીરાતના (UAE) પ્રવાસ દરમિયાન જે રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેને જોઈને પાકિસ્તાનની ઉંઘ હરામ થઈ રહી છે. સોશિયલ મીડિયા એનાલિસિસની એક રિપોર્ટથી ખુલાસા થયો છે કે, ભારતને બદનામ કરવા માટે એક ષડયંત્ર હેઠળ ભારત વિરુદ્ધમાં નવા-નવા હેશટેગને ટ્રેંડ કરાવામાં આવે છે.


પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર ભારતની વિરુદ્ધ હેશટેગને ટ્રેન્ડ કરાવવા માટે રીતસરની એક 'ટ્વીટ આર્મી' છે જે હજારોની સંખ્યામાં હેશટેગને ટ્વીટ કરાવીને અને તેને ટ્રેન્ડ કરાવે છે. સૂત્રો અનુસાર #prophetmuhammad, #boycottindia, #Modi, #Arab અને #nupursharma જેવા હેશટેગને પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં ટ્રેન્ડ કરાવ્યું હતું.


એટલું જ નહીં દુનિયાભરમાં બેઠેલા પાકિસ્તાનીઓ ખોટા લોકેશનથી 1 લાખથી વધુ ભારત વિરોધી કોમેન્ટ લખી રહ્યા હતા. જાણકારી અનુસાર 30 દેશોમાં 40 ભાષા અને લગભગ 46 હજાર પ્રોફાઈલ વડે ભારતની વિરુદ્ધમાં તમામ આધારહીન વાતો દુનિયાભરમાં ફેલાવામાં આવી હતી. ખાડી દેશો સાથેના ભારતના સંબંધો બગાડવા માટેના ષડયંત્ર હેઠળ પાકિસ્તાન તરફથી નુપુર શર્મા સાથે જોડાયેલા હેશટેગને ટ્રેડ કરાવાયા હતા.


સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર, #StopInsulting_ProphetMuhammad અને સમગ્ર દુનિયામાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરાવા માટે પાકિસ્તાનમાં એ ટ્વીટર હેન્ડલનો સહારો લેવામાં આવ્યો હતો જે હેન્ડલના હજારો અને લાખોમાં ફોલોવર્સ છે. મોટી સંખ્યામાં વેરિફાઈ એટલે કે બ્લૂ ટેગવાળા ટ્વીટર એકાઉન્ટથી આ બંને હેશટેગ પર હજારોની સંખ્યામાં એક બાદ એક ટ્વીટ કરવામાં આવ્યા હતા.


#StopInsulting_ProphetMuhammad અને #Nupursharama ને ટ્રેન્ડ કરવા માટે પાકિસ્તાનમાં બોટ એકાઉન્ટની મદદ લેવાઈ હતી. મહત્વનું છે કે, ફક્ત આ બે હેશટેગ પર જ 20 હજાર ટ્વીટ ફક્ત પાકિસ્તાનમાંથી કરવામાં આવ્યા હતા.