જમ્મુઃ મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લીધી છે, જમ્મુ-કાશ્મીર પુર્વસનનું બીલ પણ સંસદમાં પાસ કરી દીધુ છે. ભારતની નીતિથી પાડોશી પાકિસ્તાનમાં હંગામો મચી ગયો છે. પાકિસ્તાન 370ને લઇને ગભરાયુ છે, ભારત સામે સીધી ટક્કર નથી લઇ શકતુ જેના કારણે આ રીતનું યુદ્ધ લડી રહ્યું છે. મોડીરાત્રે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરની બોર્ડર પર ફાયરિંગ કર્યુ હતું.


370 હટાવવાને લઇને પાકિસ્તાન નારાજ છે. પાકિસ્તાને સતત બીજા દિવસે સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કરતાં જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એલઓસીની પાસે અગ્રિમ ભારતીય ચોકીઓ અને ગામોમાં ફાયરિંગ કર્યુ હતું, સાથે સાથે મોર્ટાર પણ ફોડ્યા હતા.



એક અધિકારીએ જણાવ્યું કે, બુધવારે રાત્રે પાકિસ્તાને રાજૌરીના સુંદરબની સેક્ટરમાં મોર્ટાર હુમલા કર્યા હતા, જોકે ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. કોઇ જાનહાનિના સમાચાર મળ્યા નથી.



નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં મોદી સરકારે એક પ્રસ્વાવ -બીલ પાસ કરીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધા છે. આ વાતને લઇને પાકિસ્તાનમાં બબાલ મચી ગઇ છે.