જયપુરઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 રદ કરવામાં આવ્યા બાદ રાજસ્થાન બીજેપીના એક ધારાસભ્યનો અનોખો સંકલ્પ પૂરો થઈ ગયો છે. હવે તેઓ જમીનના બદલે ગાદલા પર સૂવા લાગ્યા છે. રામગંજ મંડી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મદન દિલાવરે આશરે 30 વર્ષ પહેલા સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી કલમ 370 ખતમ નહીં કરવામાં આવે ત્યાં સુધી ગાદલામાં નહીં સુઉ.મદન દિલાવર રાજ્ય સરકારમાં મંત્રી પણ રહી ચુક્યો છે.




મદન દિલાવરે આ સંકલ્પ મુરલી મનોહર જોશી સાથે તિરંગા યાત્રા દરમિયાન લીધો હતો. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી હું યાત્રા કરી રહ્યો હતો ત્યારે કાશ્મીર અને કાશ્મીરીઓની હાલતને નજીકથી જોઈ હતી. ત્યારે મેં આ સંકલ્પ લીધો હતો. તે સમયે મારા મિત્રો અને પરિવારજનો કહેતા હતા કે જિંદગી નીકળી જશે અને આ રીતે જમીન પર સૂતા રહેશો. પરંતુ જેવી કલમ 370 રદ થઈ તેમણે સંકલ્પ પૂરો કરી દીધો હતો.



મદન દિલાવરે બે સંકલ્પ લીધા હતા. પહેલો હતો જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 રદ થયા બાદ ગાદલા પર સુવાનો હતો. જ્યારે બીજો રામ મંદિર નિર્માણ બાદ માળા પહેરવાનો હતો. તેમનો એક સંકલ્પ તો પૂરો થઈ ગયો છે પરંતુ બીજો સંકલ્પ હજુ બાકી છે.



કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 રદ કરી દીધી છે. જેને લઈ દેશભરમાં લોકો ખુશ છે તો ઘાટીમાં ઘણી જગ્યાએ તેનો વિરોધ જોવા મળી રહ્યો છે.

છોટાઉદેપુરઃ કવાંટમાં સાંબેલાધાર વરસાદ, જાણો છ કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી, આ વિસ્તારોમાં અપાયું રેડ એલર્ટ, જાણો વિગત

આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વન ડે, જાણો કેટલા વાગે કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ

370થી પાકિસ્તાન આઘાતમાં, ભારત સાથે વેપાર બાદ એરસ્પેસ કરી બંધ, એરલાઇન્સે બદલ્યા રૂટ