Sidhu Moosewala Murder: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પંજાબી ગાયક અને રાજનેતા સિદ્ધુ મૂસેવાલાની હત્યાને લઈને મોટો ખુલાસો કર્યો છે. NIA અનુસાર મુસેવાલાની હત્યામાં જે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે એક પાકિસ્તાની નાગરિક દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હતા. જે વ્યક્તિએ આ હથિયારો બિશ્નોઈ ગેંગને પહોંચાડ્યા હતા તેની ઓળખ હમીદ તરીકે થઈ છે. અધિકારીઓનું કહેવું છે કે મૂસેવાલા હત્યા કેસમાં પહેલીવાર પાકિસ્તાની વ્યક્તિની ભૂમિકા સામે આવી છે.


NIAની તપાસમાં આ મોટી બાબતો બહાર આવી


મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાની વ્યક્તિ હમીદ ગાયક મૂસેવાલાની હત્યા પહેલા દુબઈમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના હથિયાર સપ્લાયર શાહબાઝ અન્સારીને પણ મળ્યો હતો અને તેને બિશ્નોઈના કેનેડા સ્થિત નજીકના ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર સાથેના તેના ગાઢ સંબંધો વિશે જણાવ્યું હતું. NIAની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ધરપકડ કરાયેલ આરોપી શાહબાઝ અંસારી ઘણી વખત દુબઈની મુલાકાતે ગયો હતો અને આ મુલાકાતો દરમિયાન તે પાકિસ્તાની નાગરિક એવા ફૈઝી ખાનના સંપર્કમાં આવ્યો હતો.






ફૈઝી ખાન દુબઈમાં હવાલા ઓપરેટર તરીકે કરે છે કામ


એજન્સીનું કહેવું છે કે ફૈઝી ખાન એ વ્યક્તિ છે જેણે શાહબાઝ અંસારીને હામિદ સાથે પરિચય કરાવ્યો હતો. જે હથિયારોની દાણચોરી પણ કરે છે. હામિદે શાહબાઝ અંસારીને માહિતી આપી હતી કે અમે સિદ્ધુ મુસેવાલાની હત્યા માટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને એસોલ્ટ રાઈફલ્સ અને અન્ય હથિયારો સપ્લાય કરવાના છીએ. હામિદે કહ્યું કે તે ગોલ્ડી બ્રારના સંપર્કમાં છે અને તેણે તેને ઘણી વખત હથિયારો પૂરા પાડ્યા છે. આ હથિયારોનો ઉપયોગ મુસેવાલાની હત્યામાં થયો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. નોંધનીય છે કે ગત વર્ષે 29 મેના રોજ પંજાબના માનસામાં મૂઝવાલાની એસોલ્ટ રાઇફલ અને પિસ્તોલથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાના એક દિવસ પહેલા પંજાબ સરકારે તેમની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. આ હત્યાની જવાબદારી ગોલ્ડી બ્રારે લીધી હતી.