Pakistani Girl :  સીમા હૈદર બાદ પાકિસ્તાનના કરાચીની યુવતી જાવેરિયા ખાનુમ મંગળવારે વાઘા બોર્ડરથી ભારતીય યુવક સાથે લગ્ન કરવા પહોંચી હતી. ભાવિ પતિ સમીર ખાન અને સાસુએ જ્યારે જાવેરિયા ખાનુમ જોઈન્ટ ચેક પોસ્ટ (JCP) અટારી પહોંચી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કર્યું હતુ.






પાકિસ્તાનની યુવતી ખાનુમ 45 દિવસના વિઝા પર ભારત પહોંચી છે. સમીર ખાન તેની ભાવિ પત્ની જાવેરિયા ખાનુમને તેના પિતા યુસુફઝાઈ અને અન્ય લોકો સાથે અટારીથી શ્રી ગુરુ રામદાસ જી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લઈને આવ્યો હતો. અહીંથી બધા ફ્લાઇટ દ્વારા કોલકાતા જવા રવાના થયા હતા.


નોંધનીય છે કે કરાચીના રહેવાસી અજમદ ઈસ્માઈલ ખાનની દીકરી 21 વર્ષીય જાવેરિયા ખાનુમે બે વખત ભારતના વિઝા માટે અરજી કરી હતી. બંને વખત વિઝા રિજેક્ટ થયા પછી સામાજિક કાર્યકર અને પત્રકાર મકબૂલ અહમદ વાસીએ કાદિયાનો સંપર્ક કર્યો હતો. સામાજિક કાર્યકર્તા અને પત્રકાર કાદિયાની મદદ બાદ ભારત સરકારે સમીર ખાનની ફિયાન્સીને 45 દિવસના વિઝા આપ્યા હતા.


મકબૂલ અહેમદના લગ્ન 2003માં ફૈસલાબાદની રહેવાસી તાહિરા મકબૂલ સાથે થયા હતા. તેમના લગ્ન ઘણા સમાચારોમાં હતા. આ પછી ઘણી પાકિસ્તાની યુવતીઓ તેમનો સંપર્ક કરતી રહે છે અને વિઝા માટે મદદ માંગતી રહે છે. તેમણે ડઝનથી વધુ પાકિસ્તાની પરિણીત મહિલાઓને ભારતના વિઝા અપાવ્યા છે.


સમીરે ભારત સરકાર પાસે આ માંગણી કરી હતી


કોલકાતાના રહેવાસી સમીર ખાને તેની ફિયાન્સીના વિઝા માટે ભારત સરકારને અપીલ કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરને ખાનુમને વિઝા આપવાની માંગ કરી હતી.


બંનેએ વર્ષ 2018માં સગાઈ કરી હતી.


કોલકાતાના રહેવાસી સમીર ખાને કહ્યું કે ખાનુમને મળ્યા બાદ તેમનું સપનું સાકાર થયું છે. સમીર અને જાવેરિયાના લગ્ન 6 જાન્યુઆરીએ થશે અને બંનેએ વર્ષ 2018માં સગાઈ કરી હતી. ભારત સરકારે જાવેરિયાને બે વખત વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો.


સમીર ખાનને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો


સમીર ખાને જણાવ્યું કે સાડા પાંચ વર્ષ પહેલા મેં મારી માતાના મોબાઈલ ફોનમાં જાવેરિયાનો ફોટો જોયો હતો અને ફોટો જોતાની સાથે જ હું જાવેરિયાના પ્રેમમાં પડી ગયો હતો. મેં માતાને પૂછ્યું કે તે કોણ છે. તેણે જણાવ્યું કે તે કરાચીમાં રહેતા તેના એક સંબંધી અઝમત ઈસ્માઈલ ખાનની પુત્રી છે.


મેં મારી માતાને કહ્યું કે હું જાવરિયા સાથે જ લગ્ન કરીશ. ઘણી વિનંતીઓ પછી અમે વર્ષ 2018માં સગાઈ કરી લીધી. આ પછી સરહદની દિવાલ અડચણરૂપ બની હતી