પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાને કહ્યું, શાંતિનો સંકેત આપતા અમે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને કાલે ભારતને પરત કરીશું. ઈમરાન ખાનની આ જાહેરાત બાદ ત્યાં હાજર સાંસદોએ તાળીઓ પાઢી હતી. પાયલટ અભિનંદનને કાલે વાઘા બોર્ડરથી ભારત લાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકના આગળના દિવસે પાકિસ્તાની વિમાનોએ જમ્મુ-કાશ્મીરના પુંછ અને રાજૌરી સેક્ટરમાં ભારતીય વાયુ સરહદનું ઉલ્લંઘન કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં ભારતે એક પાકિસ્તાની વિમાનને ધ્વસ્ત કર્યું હતું. આ સંઘર્ષમાં ભારતીય વાયુસેનાનું પણ એક મિગ-2 ક્રેશ થયુ હતું અને વાયુસેનાના પાયલટ અભિનંદનને પાકિસ્તાને ધરપકડ કરી લીધી હતી.