નવી દિલ્હી: કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પાલઘરમાં ઢોર માર મારીને હત્યા કરવા મામલે સોમવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી હતી. ઉદ્ધવ ઠાકરેએ ફોન પર વાતચીત દરમિયાન ગૃહમંત્રીને ઘટના અંગે જાણકારી આપી હતી અને આ મામલે સામેલ લોકોને પકડવા માટે ઉઠાવવામાં આવેલા પગલાઓ વિશે પણ જણાવ્યું હતું.


ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે મારી વાત અમિત શાહ સાથે થઈ છે, તેમને ખબર છે કે અહીં કોઈ જાતિનો મામલો નથી. મહારાષ્ટ્રમાં કોઈ જાત પાત નહી જોવામાં આવે, જે છેલ્લા પાંચ વર્ષમાં થયું તેના પર હાલ નહી બોલું, પરંતુ હવે મહારાષ્ટ્રમાં આ પ્રકારની સ્થિતિ નહી આવે.

ઉલ્લેખનીય છે કે આ ઘટના 16 એપ્રિલ રાતની છે, જ્યારે એક ભીડે ચોર હોવાની શંકામાં ત્રણ લોકોની ઢોર માર મારી હત્યા કરી હતી. મૃતકોમાં બે જૂના અખાડાના સંત પણ સામેલ હતા. રિપોર્ટ્સ અનુસાર કેટલાક સગિર સહિત 100થી વધુ લોકો સામેલ થવાના આરોપમાં જેલમાં છે.