પુલવામા હુમલા પર નવજોત સિંહ સિદ્ધુના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર જોરદાર વિરોધ જોવા મળ્યો હતો. ટ્વિટર પર કાલે બોયકોટ સિદ્ધુ નંબર વન પર ટ્ર્રેન્ડ કરી રહ્યું હતું. લોકો માંગ કરી રહ્યા હતા કે સિદ્ધુને ધ કપિલ શર્મા શો માંથી હટાવવામાં આવે. ત્યારબાદ રિપોર્ટ્સ સામે આવ્યા કે સિદ્ધુની હકાલપટ્ટી કરવામાં આવી છે.
નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે આ કાયરતાપૂર્ણ હરકત છે. આ સાથે જ તેણે કહ્યું, આતંકવાદનો કોઈ દેશ અને ધર્મ નથી હોતો અને આતંકવાદીઓની કોઈ જાતિ નથી હોતી. સિદ્ધુના આ નિવેદન બાદ દેશભરમાં તેની સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે.